• Home
  • News
  • CA ફાઇનલનું પરિણામ જાહેર:અમદાવાદનો અક્ષય જૈન CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ, CA ઇન્ટરમીડિયેટમાં કશીશ ખંધારનો દેશમાં 13મો રેન્ક
post

ઇન્ટરમિડીએટમાં ગ્રુપ 1ના 1261 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-05 17:57:59

CA ફાઇનલ અને CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદના જૈન અક્ષયે ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે. અક્ષયે 2023માં CA ફાઇનલની પરીક્ષા આપી હતી. CA ઇન્ટરમીડિયેટમાં કશીશ ખંધાર નામની વિદ્યાર્થિનીએ દેશમાં 13મો રેન્ક મેળવ્યો છે. CA ફાઇનલના ઓલ ઇન્ડિયામાં બંને ગ્રુપનું પરિણામ 8.33 ટકા આવ્યું છે. જેમાં એક ગ્રુપનું પરિણામ 11.91 અને ગ્રુપનું પરિણામ 31.43 ટકા આવ્યું છે. CA ફાઇનલ ગ્રુપમાં 2 અને બંને ગ્રુપની પરીક્ષાનું પરિણામ ઓલ ઇન્ડિયા કરતા અમદાવાદનું વધુ પરિણામ છે. ગત વર્ષ કરતા CA ફાઇનલમાં રેન્કર ઘટ્યા છે.

ફાઇનલમાં ગ્રુપ 1ના 881 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી
સમગ્ર દેશમાંથી CA ફાઇનલમાં ગ્રુપ 1માં 57,067 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 7,695 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે, 11.91 ટકા પરિણામ આવ્યું છે. ગ્રુપ 2માં 61,844 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 19,438 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે, 31.43 ટકા પરિણામ આવ્યું છે. 25,841 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપની પરીક્ષા આપી હતી જેમાંથી 2,152 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 8.33 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં CA ફાઇનલમાં ગ્રુપ 1ના 881 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 100 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 11.35 ટકા પરિણામ આવ્યું છે. ગ્રુપ 2માં 924 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 306 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 33.12 ટકા પરિણામ આવ્યું છે. 600 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપની પરીક્ષા આપી હતી. જેમાંથી 59 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે, 9.83 ટકા પરિણામ આવ્યું છે.

ઇન્ટરમિડીએટમાં ગ્રુપ 1ના 1261 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
CA ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયામાંથી ગ્રુપ 1માં 1,00,781 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19,103 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 18.95 ટકા પરિણામ આવ્યું છે. ગ્રુપ 2માં 81,896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 19,208 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 23.44 ટકા પરિણામ આવ્યું છે. 39,195 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપની પરીક્ષા આપી હતી જેમાંથી 4014 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 10.24 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં CA ઇન્ટરમીડિયેટમાં ગ્રુપ 1માં 1261 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 197 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે, 15.62 ટકા પરિણામ આવ્યું છે. ગ્રુપ 2માં 1243 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 461 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે, 37.09 ટકા પરિણામ આવ્યું છે. 1256 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપની પરીક્ષા આપી હતી જેમાંથી 135 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે, 10.75 ટકા પરિણામ આવ્યું છે.

અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ
મે 2023માં લેવાયેલી CA ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ આવ્યો છે. અક્ષયના પિતા લોજિસ્ટિકનો ધંધો કરે છે. જ્યારે માતા ઘરકામ કરે છે અને અક્ષયનો ભાઇ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. અક્ષયે CA ઇન્ટરમીડિયેટમાં 2019માં ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો.

હું રોજ 13 કલાક ભણતો હતો: અક્ષય જૈન
અક્ષય જૈને જણાવ્યું હતું કે, હાર્ડ વર્ક અને ડેડીકેશન જ સારું પરિણામ આપી શકે છે. હું રોજ 13 કલાક ભણતો હતો. પરીક્ષાના એક મહિના પહેલાથી હું સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો અને હવે કન્સલ્ટન્ટ તરીકે કારકિર્દી બનાવવા આગળ વધવા માગુ છું. CAમાં હવે અનેક સ્કોપ છે જેથી લોકોએ તે દિશામાં પણ આગળ વધવું જોઇએ.

ફાઇનલમાં રેન્ક લાવવા હું મહેનત કરીશ: કશીશ ખંધાર
કશીશ ખંધારે જણાવ્યું હતું કે, મારે ઇન્ટરમીડિયેટમાં દેશમાં 13મો રેન્ક આવ્યો છે. મારે 800માંથી 648 માર્ક્સ આવ્યા છે. મારા પરિવાર, ફેકલ્ટી અને મિત્રોની મનને ખુબ મદદ મળી હતી. રોજ 12 કલાક મહેનત કરતી હતી. અત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો છે તેવી જ રીતે ફાઇનલમાં રેન્ક લાવવા હું મહેનત કરીશ.

adv

Related News

post
post
post
post
post
post
post