• Home
  • News
  • પંજાબના સીએમ પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યુ
post

પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 17:00:11

ચંદીગઢ: રાજ્યપાલને મળીને કેપ્ટન અમરિંદર સિંહે સીએમ પદેથી રાજીનામુ આપ્યુ. પંજાબ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ છે. 40 ધારાસભ્યોએ મોર્ચો ખોલ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ તેમના મંત્રીમંડળે પણ રાજીનામુ સોંપી દીધુ છે. પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં ફરી એક વખત 40 ધારાસભ્યોએ કેપ્ટન સામે પત્ર લખ્યો છે અને તેની પાછળ સિધ્ધુ અને તેમના નિકટના લોકોનો હાથ હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સંજોગોમાં કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યુ છે કે, હું આ રીતે અપમાનિત થઈને કોંગ્રેસમાં રહી શકું તેમ નથી.

તેમણે સાથે સાથે સોનિયા ગાંધીને એવુ પણ કહ્યુ છે કે, જો મને સીએમ પદેથી હટાવવામાં આવ્યો તો હું પાર્ટી પણ છોડી દઈશ અને એવુ પણ કહ્યુ છે કે, આટલા અપમાન પછી કોંગ્રેસમાં રહેવાનો કોઈ અર્થ નથી.

·

 

 

adv

Related News

post
post
post
post
post
post
post