• Home
  • News
  • ​​​​​​​ગોંડલના બિલિયાળા પાટિયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત બાદ બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો, કારમાં સવાર 3 મહિલા જીવતી ભૂંજાઈ
post

કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 09:44:07

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો છે. ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કપાસ ભરેલી ટ્રક અને i 10 કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં i10 કારમાં સવાર 3 મહિલા ભડથું થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને 2 ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. અકસ્માતની ઘટના બાદ ગોંડલ તાલુકા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી. કારમાં ગોંડલનો પરિવાર સવાર હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post