• Home
  • News
  • વિધાનસભા અધ્યક્ષના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું-પાયલટ જૂથની અરજી પ્રી-મેચ્યોર, હાલ માત્ર નોટિસ અપાઈ
post

કોર્ટ નંબર-1ની બહાર ગાર્ડ અને વકીલો વચ્ચે બોલાચાલી બાદ હોબાળો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 12:03:15

જયપુર: રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હાઈકોર્ટમાં સચિન પાયલટ જૂથની અરજી પર સુનાવણી થઈ રહી છે. વિધાનસભા અધ્યક્ષ તરફથી આપવામાં આવેલી નોટિસ વિરુદ્ધ પાયલટ જૂથે અરજી કરી હતી. ચીફ જસ્ટિસ ઈન્દ્રજીત મહાંતી અને જસ્ટિસ પ્રકાશ ગુપ્તાની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. વિધાનસભા અધ્યક્ષ તરફથી વકાલત કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી છે કે પાયલટ જૂથની અરજી પ્રી-મેચ્યોર છે, જે ફગાવવી જોઈએ. સ્પીકરના આદેશને માત્ર લિમીટેડ ગ્રાઉન્ડ પર જ ચેલેન્જ કરી શકાય છે, પરંતુ પાયલટ જૂથની અરજીમાં આવો કોઈ આધાર નથી.

સુનાવણી દરમિયાન કોર્ટની બહાર હોબાળો થયો છે. વકીલોને અંદર આવતા અટકાવી દેવાયા છે. કોર્ટ નંબર-1માં એન્ટ્રી અંગે ગાર્ડ અને વકીલો વચ્ચે બોલાચાલી થઈ ગઈ છે. ત્યારપછી ઘણા વકીલ ધરણા પર બેસી ગયા છે. બીજી બાજુ પાયલટ જૂથના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, વિધાનસભાનું સત્ર નથી ચાલી રહ્યું, એવામાં વ્હિપનો કોઈ અર્થ જ નથી.

આ પહેલા વરિષ્ઠ વકીલોની સહમતીના આધારે 19 ધારાસભ્યોને આપવામાં આવેલી નોટિસ અંગે સુનાવણી 21 જુલાઈ સુધી સ્થગિત કરી દેવાઈ . કોર્ટના આ આદેશ પછી વિધાનસભા અધ્યક્ષ દ્વારા પાયલટ જૂથના ધારાસભ્યોને નોટિસનો જવાબ આપવા માટે 21 જુલાઈ સાંજે 5.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.

આ ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી
 
સચિન પાયલટ, રમેશ મીણા, ઈન્દ્રાજ ગુર્જર, ગજરાજ ખટાના, રાકેશ પારીક, મુરારી મીણા,પીઆર મીણા, સુરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, હરીશ મીણા, બૃજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વેન્દ્ર સિંહ, અમર સિંહ, દીપેન્દ્ર સિંહ અને ગજેન્દ્ર શક્તાવત.

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં સોમવારનો દિવસ મહત્ત્વનો પૂરવાર થશે. રાજસ્થાન હાઈકોર્ટ પાઈલટ જૂથના 19 ધારાસભ્યનું ભાવિ નક્કી કરશે. દરમિયાનમાં ફોન ટેપિંગનો મુદ્દો છવાઈ રહ્યો અને આ અંગે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયું. રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ દાવો કર્યો કે એસઓજી દ્વારા ધરપકડ કરાયેલા સંજય જૈને તેમનાથી આશરે 8 મહિના પહેલા મુલાકાત કરી હતી. જૈને તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને અન્ય નેતાઓ સાથે મળવા કહ્યું હતું. તેમની જેમ જ બીજો એજન્ટ પણ છે પણ તે તેમના ઈરાદામાં સફળ થયા ન હતા. ધારાસભ્યએ કહ્યું કે ગેહલોત સરકાર પાસે 100થી પણ વધુ ધારાસભ્ય છે. જો બહુમત ન હોત તો ભાજપે બહુમત પરીક્ષણ માગ કરી હોત.  બીજી બાજુ કોંગ્રેસે સતત બીજા દિવસે ભાજપ પર પ્રહાર કર્યા. પાર્ટી નેતા અજય માકને કહ્યું કે એફઆઈઆરમાં કેન્દ્રીયમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ છે અને ઓડિયો ટેપમાં તેમનો અવાજ ઓળખી લેવાયો છે, તેમ છતાં તે કેન્દ્રીયમંત્રી પદે યથાવત્ કેમ છે? કાં તો રાજીનામુ આપે કાં પછી તેમને બરતરફ કરવામાં આવે કે જેથી તે તપાસને પ્રભાવિત ન કરી શકે.

હાઈકોર્ટમાં એક દિવસની વકિલની ફી રૂ. 1.75 કરોડ 

રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી પાયલટની તરફથી પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે અને મુકુલ રોહતગી કેસ લડી રહ્યા છે. સાથે જ વિધાનસભા સ્પીકર સીપી જોશીના વકીલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી છે.કાયદાના જાણકાર પ્રમાણે સાલ્વે, રોહતગી અને સિંઘવી એક દિવસની વકાલત કરવા માટે 40થી 50 લાખ સુધીની ફી લે છે.એવામાં ત્રણેય વકીલોને દરરજ લગભગ 1.75 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. રાજસ્થાનના એટર્ની જનરલ એમએસ સિંઘવી પણ સ્પેશ્યલ કેસમાં એક દિવસની ફી 11 થી 15 લાખ સુધી લે છે. સાલ્વે વીડિયો કોન્ફરન્સ દ્વારા લંડનથી વકાલત કરી રહ્યા છે.

ત્રણ ધારાસભ્યોએ પાઈલટનો પ્લાન ચોપટ કર્યુ
કોંગ્રેસના 3 ધારાસભ્યો આ સંપૂર્ણ મામલે ચર્ચામાં રહ્યાં, જેમણે છેલ્લી ઘડીએ પોતાની નિષ્ઠા બદલી સચિન પાઈલટના ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા. આ ધારાસભ્યોમાં દાનિશ અબરાર, ડીડવાડાથી ધારાસભ્ય ચેતન દૂદી અને રાજખેડાથી ધારાસભ્ય રોહિત વોહરાનો સમાવેશ થાય છે. સૂત્રોએ કહ્યું કે ત્રણ ધારાસભ્યો એઆઈસીસીના એક ટોચના પદાધિકારીના હસ્તક્ષેપ બાદ જયપુર પાછા ફરી ગયા. આ ત્રણેયના માધ્યમથી જ કોંગ્રેસના ટોચના નેતૃત્વને સંભવિત સત્તાપલટા માટે પાઈલટના સંપર્ક હેઠળના ધારાસભ્યોની સાચી સંખ્યાની જાણ થઇ. જેના લીધે સત્તાપલટાની યોજના અધવચ્ચે જ ધ્વસ્ત થઈ ગઈ.

બળવાખોરોની ચૂંટણી પર રોક મૂકો: સિબ્બલ
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પક્ષપલટો કરનારા તમામ લોક પ્રતિનિધિઓ પર 5 વર્ષ સુધી કોઈપણ સરકારી પદે રહેવા અને આગામી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા માટે પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારો કરવાની માગ કરી હતી. સિબ્બલે ટ્વિટ કરી કે, વેક્સિનની જરૂર છે. 

પાઈલટ જૂથના ધારાસભ્યો દિલ્હી શિફ્ટ
સૂત્રોએ જણાવ્યું કે ગુરુગ્રામમાં રોકાયેલા 18 ધારાસભ્યોને દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શિફ્ટ કરાયા છે. જોકે એ નથી જાણી શકાયું કે તે કઈ હોટેલમાં રોકાયા છે. તેમને એસઓજી ટીમના પહોંચ્યા બાદ ઠેકાણું બદલવું પડ્યું. બીજી બાજુ ગેહલોત સરકારને પાડવા સંબંધિત ઓડિયોની તપાસ માટે 8 સભ્યોની સમિતિની રચના કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post