• Home
  • News
  • જાવેદ અખ્તર પ્રતિષ્ઠિત ‘રિચર્ડ ડૉકિન્સ અવોર્ડ’ મેળવનારા પ્રથમ ભારતીય બન્યાં, સેલેબ્સે શુભેચ્છા પાઠવી
post

આ અવોર્ડ વર્ષ 2003થી એવા વ્યક્તિઓને આપવામાં આવે છે, જે ધર્મ નિરપેક્ષતા, રેશનાલિઝમ અંગે પોતાની વાત રજૂ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 11:39:34

મુંબઈ: ગીતકાર જાવેદ અખ્તરને રિચર્ડ ડૉકિન્સ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2003થી આ અવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જાવેદ અખ્તર પ્રથમ ભારતીય છે, જેમને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. 

અવોર્ડ જીત્યા બાદ જાવેદ અખ્તરે ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને ક્યારેય આશા નહોતી કે તેમને આ અવોર્ડ મળશે. આયોજકોએ તેમની પસંદગી કરી તે તેમના માટે સરપ્રાઈઝ છે. તેમને ખ્યાલ નથી કે આ લોકોને તેમના અંગે કોઈ માહિતી છે કે તે નહીં. જોકે, તેઓ આ અવોર્ડને લઈ ખૂબ આભારી છે. 

આ અવોર્ડ વર્ષ 2003થી એવા વ્યક્તિઓને આપવામાં આવે છે, જે ધર્મ નિરપેક્ષતા, રેશનાલિઝમ અંગે પોતાની વાત રજૂ કરે છે. ભૂતકાળમાં આ અવોર્ડ બિલ મહેર, સ્ટેફિન, રિકીને આપવામાં આવ્યા હતાં. રિચાર્ડ એક અંગ્રેજી વૈજ્ઞાનિક, બાયોલોજિસ્ટ તથા લેખક છે. 

અનિલ કપૂરે ગીતકાર જાવેદ અખ્તરને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે તમે જ્યારથી ધ સેલ્ફીશ જીનપુસ્તક વાંચ્યું ત્યારથી જ રિચર્ડ ડૉકિન્સ તમારા હીરો બની ગયા છે. આ અવોર્ડ તમારા માટે એક્સ્ટ્રા સ્પેશિયલ છે. આ ખરેખર અવિશ્વસનીય સન્માન છે. 


શબાના આઝમીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ખરેખર સારા ન્યૂઝ. આભાર. તમારા હીરો તરફથી તમને અવોર્ડ

દિયા મિર્ઝાએ કહ્યું હતું કે જાવેદ અખ્તર સાબ રિચર્ડ ડૉકિન્સ અવોર્ડ 2020 જીત્યાં. તેઓ પહેલા ભારતીય છે, જેમણે આ અવોર્ડ જીત્યો છે. 

ફિલ્મમેકર નિખીલ અડવાણીએ કહ્યું હતું, અન્યાય તથા પ્રતિકૂળતાની સામે હંમેશાં ઊભા રહ્યાં. કોન્ગ્રેચ્યુલેશન. તમે અમારા માટે એક ઉદાહરણરૂપ છો.

ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તર હંમેશાં રાજકારણ, ધર્મનિરપેક્ષતા, કમ્યૂનિઝમ તથા સમાજના અન્ય મુદ્દાઓ પર વાત કરે છે. તેઓ ટ્વિટર પર રાજકારણના મુદ્દા પર પણ વાત કરતાં હોય છે. તેમણે હાલમાં જ લૉકડાઉનમાં દારૂની દુકાનો ખોલવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનમાં દારૂની દુકાન ખોલવાની જરૂર નથી. આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સે તેમને સપોર્ટ પણ કર્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post