• Home
  • News
  • સુશાંત કેસમાં CBIનો 11મો દિવસ:સતત ચોથા દિવસે રિયાની પૂછપરછ થશે, એક્ટરની બહેન મિતુ સિંહને પણ બોલાવી છે, ડ્રગ્સ મામલે બિઝનેસમેન ગૌરવ આર્ય ED સામે હાજર થશે
post

મિતુ સિંહ પછી ટીમ સુશાંતના પિતા અને બહેન પ્રિયંકાનું સ્ટેટમેન્ટ પણ લઇ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:45:25

મુંબઈ પહોંચેલી CBIની SIT ટીમનો પૂછપરછનો આજે 11મો દિવસ છે. આટલા દિવસ વીતી ગયા હોવા છતાં CBI હજુ સ્પષ્ટ કરી શકી નથી કે સુશાંતનું મૃત્યુ સુસાઈડ છે કે મર્ડર? સોમવારે સવારે 11 વાગ્યાની આજબાજુ રિયા ચક્રવર્તીને ફરીથી CBI ટીમે DRDO ગેસ્ટ હાઉસમાં પૂછપરછ માટે બોલાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, CBI કેમેરાની સામે રિયા, તેનો ભાઈ શોવિક, સુશાંતનો કુક નીરજ સિંહ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને બેસાડીને પૂછપરછ કરી શકે છે. આજે સુશાંતની બહેન મિતુ સિંહને પણ CBI ટીમે ગેસ્ટ હાઉસ બોલાવી છે. ટીમ સુશાંતના પિતા અને બહેન પ્રિયંકાનું સ્ટેટમેન્ટ પણ આવનારા એક-બે દિવસોમાં લઇ શકે છે.

આજે ED ગોવાના હોટેલ બિઝનેસમેન ગૌરવ આર્યની પૂછપરછ કરશે
આની પહેલાં 10મા દિવસે રિયાની ત્રીજીવાર પૂછપરછ થઇ. એજન્સીએ આશરે 9-8 કલાક સુધી 14 જૂનની ઘટના વિશે પ્રશ્નો કર્યા. અત્યાર સુધી રિયાની કુલ 26 કલાક પૂછપરછ થઇ ચૂકી છે. ગૌરવ પણ મુંબઈ પહોંચી ગયો છે. તેણે એરપોર્ટ પર કહ્યું કે, હું સુશાંતને ક્યારેય મળ્યો નહોતો. 2017માં રિયાને એકવાર મળ્યો હતો. EDએ ગૌરવની પૂછપરછ કરશે. ગૌરવને શોધવા નાર્કોટિક્સની ટીમે ઘણી જગ્યાએ રેડ પાડી હતી. નાર્કોટિક્સ ટીમ પણ ગૌરવને પ્રશ્નો કરશે. રિયા સાથે ડ્રગ્સની વાતચીતમાં ગૌરવનું નામ સામે આવ્યું હતું.

ડ્રગ્સના પ્રશ્નો પૂછ્યા તો રિયા દુઃખી થઇ ગઈ
CBI
ના સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે, રવિવારે પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તીને ડ્રગ્સ વિશે પૂછ્યું તો રિયા અધિકારીઓ પર દુઃખી થઇ. તેણે પ્રશ્નોના સરખા જવાબ પણ આપ્યા નથી. આ કારણે ડ્રગ્સ ચેટના પ્રશ્નો ફરીથી પૂછવામાં આવી શકે છે. રિયાએ અમુક પ્રશ્નો પર CBI અધિકારી નુપુર પ્રસાદ સાથે મગજમારી કરી હતી. આ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓને પણ બોલાવવામાં આવી હતી. રિયાએ કહ્યું કે, સુશાંત પોતે મને શોપિંગ કરાવતો હતો. જ્યારે તેને પૂછ્યું કે સેમ્યુઅલ મિરાન્ડા પાસેથી સુશાંતના ડેબિટ કાર્ડની પિન નંબર કેમ લીધો ત્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો.

રિયા સાથે ક્યારે અને કેટલા કલાક પૂછપરછ થઇ?

28 ઓગસ્ટ

10 કલાક

29 ઓગસ્ટ

7 કલાક

30 ઓગસ્ટ

9 કલાક

કુલ

26 કલાક

કોંગેસનો આરોપ-ફિલ્મમેકર સંદીપ સિંહનું ભાજપ સાથે કનેક્શન
રવિવારે કોંગ્રેસે સંદીપ સિંહના ભાજપ કનેક્શનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે, સુશાંતના કેસમાં સંદીપ સિંહનું નામ આવ્યું છે. સંદીપના ભાજપ સાથે શું છે? તેને કોણ બચાવી રહ્યું છે? છેલ્લા ઘણા મહિનામાં તેણે 53 વખત મહારાષ્ટ્ર ભાજપની ઓફિસમાં ફોન કર્યા છે. તેણે ચૂંટણી પહેલાં પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવી હતી. તેનું પોસ્ટર સીએમ દેવેન્દ્ર ફડણવીસે રિલીઝ કર્યું હતું. આની પહેલાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, મને સંદીપ વિશે ડ્રગ કનેક્શનની ફરિયાદ મળી છે. આ વાત અમે CBI સુધી મોકલીશું.

ભાજપનું કોઈ કનેક્શન નથી
કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેએ રવિવારે સુશાંત સિંહ રાજપૂત કેસમાં શિવસેનાનું નેતૃત્વ ધરાવતી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો CBI તપાસનો વિરોધ કોઈકને બચાવવા માટે કરી રહ્યા હતા અને હવે તેઓ આ કેસમાં ભાજપને વચ્ચે લાવે છે. સુશાંતના કેસમાં ભાજપનું કોઈ કનેક્શન નથી. અમે CBI તપાસની માગ કરી રહ્યા હતા કારણકે અમે ઈચ્છીએ છીએ હકીકત સામે આવે. જો કે, જે લોકો વિરોધ કરી રહ્યા હતા તેમને ખબર છે કે આ કેસમાં કઈક લોચા છે. તેઓ કોઈકને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post