• Home
  • News
  • સુશાંત કેસમાં નવો વળાંક:CFSLને સુશાંતની હત્યા થઈ હોવાના કોઈ પુરાવા ન મળ્યા, ફાંસી લગાવવામાં બન્ને હાથનો ઉપયોગ થયો હોવાના અને પાર્શિયલ હેંગિંગના પુરાવા મળ્યા
post

ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSLએ સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હોવાનું માન્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-24 12:01:35

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલાશે તેવું લાગી રહ્યું છે. CFSL એટલે કે સેન્ટ્રલ ફોરેસિંક સાયન્સ લેબના સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના મોતમાં કોઈનો ફાઉલ પ્લે સામે આવ્યો નથી. બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSL ને જાણવા મળ્યું છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. CFSLCBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત એક બે દિવસમાં કરાય તેવી સંભાવના છે.

રિપોર્ટ મુજબ આ એક પાર્શિયલ હેંગિંગ
રિપોર્ટમાં તેને પાર્શિયલ હેંગિંગ એટલે કે પૂર્ણ ફાંસી કહેવામા આવી નથી. એનો અર્થ એ થાય કે મૃતકના પગ સંપૂર્ણ પણે હવામાં ન હતા. એટલે કે તે જમીનને ટચ હતા અથવા બેડ કે સ્ટૂલ જેવી કોઈ વસ્તુ પર હતા. બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન અને પંખા સાથે લટકતા કપડાંની સ્ટ્રેંથ ટેસ્ટિંગ પછી CFSLએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

પોતાના બન્ને હાથનો ઉપયોગ કરીને સુશાંતે ફાંસી લગાવી
સૂત્રોનું માનીએ તો CFSL વિશ્લેષણ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે સુશાંતએ બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હશે. તેણે પોતાના જમણા હાથનો ઉપયોગ પોતાને લટકાવવા માટે કર્યો હતો. ગળામાં પડેલી લિગેચર માર્કની ગાંઠની સ્થિતિનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાઈડ ડેન્ડર આ રીતે ફાંસી લગાવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે તેના કમરેથી મળેલા કપડાનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કરાયો છે.

આ પોઈન્ટ્સને CFSLએ પોતાના રિપોર્ટમાં જોડ્યા છે

·         એપ્લાઈડ ફોર્સની માત્રા: લટક્યા પછી ગરદન પર કેટલી માત્રામાં ગાળીયાનું દબાણ આવ્યું હતું.

·         ડ્યુરેશન ઓફ એપ્લાઈડ ફોર્સ: ગરદન પર ગાળીયો લાગ્યા પછી કેટલી વાર વ્યક્તિ જીવિત રહ્યો હતો.

·         એરિયા ઓફ એપ્લાઈડ ફોર્સ: ગરદનના કેટલા ભાગ પર ગાળીયાની અસર પડી.

·         ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનનું એનાલિસિસ: અચાનક લટકવાના કારણે ગરદન પર ફોર્સનું એનાલિસિસ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post