• Home
  • News
  • જેએનયુ વિરોધ પ્રદર્શનમાં હાજરી બાબતે ઘણા સમય બાદ દીપિકા બોલી, તેમણે IMDB રેટિંગ બદલ્યું છે, મારું મન નહીં
post

જેએનયુમાં હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલ વિધાર્થીના સમર્થનમાં દીપિકા પાદુકોણ 7 જાન્યુઆરીના રોજ સાંજે કેમ્પસમાં પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-31 11:45:15

દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તેણેછપાકફિલ્મને બોયકોટ કરનાર લોકોને જવાબ આપ્યો છે. દીપિકાએ જેએનયુ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી હતી ત્યારબાદ દીપિકાને ટ્રોલ કરવામાં આવી હતી અને તેની ફિલ્મછપાકને બોયકોટ કરવામાં આવી હતી. દીપિકાએ બાબતે ઘણા દિવસ બાદ કહ્યું કે, તેમણે IMDB રેટિંગ બદલ્યું છે, મારું મન નહીં. વીડિયો દીપિકા અને ફિલ્મના ડિરેક્ટર મેઘના ગુલઝારે 16 જાન્યુઆરીએ આપેલ રેડિયો ઇન્ટરવ્યૂનો છે.

 

7 જાન્યુઆરીએ જેએનયુ ગઈ હતી
જેએનયુમાં હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલ વિધાર્થીના સમર્થનમાં દીપિકા પાદુકોણ 7 જાન્યુઆરીના રોજ સાંજે કેમ્પસમાં પહોંચી હતી. તે ત્યાં 10 મિનિટ સુધી હાજર રહી હતી જોકે તેણે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હતું ફક્ત હાજરી આપી હતી. ત્યારબાદ દીપિકાના વિરોધમાં ટ્વિટર પર બોયકોટ દીપિકા, બોયકોટ છપાક જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા હતા.

 

વિરોધનો ફિલ્મ પર પ્રભાવ
છપાકફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી જેને લોકોએ બોયકોટ કરી હતી. ફિલ્મ 2170 સ્ક્રીન પર રિલીઝ થઇ હતી અને એવરેજ કલેક્શન ફિલ્મનું 34 કરોડ રૂપિયા જેટલું થયું હતું. ફિલ્મને દીપિકાએ પ્રોડ્યૂસ પણ કરી હતી. IMDB પર 56.8% લોકોએ ફિલ્મને 1 રેટિંગ આપ્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post