• Home
  • News
  • ચંદીગઢ સ્થિત ઇન્ટેલિજન્સ યુનિટે દેશની અન્ય ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી- ISI ગેંગસ્ટર્સ પાસે આતંકી હુમલા કરાવવા માગે છે
post

સ્લીપર સેલ લગભગ ખતમ, જેથી હવે બદમાશોના સહારે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-25 12:18:11

ચંડીગઢ સ્થિત ઇન્ટેલિજન્સ યુનિટે દેશની અન્ય ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી છે. સૂત્રોના કહેવા મુજબ એજન્સીએ કહ્યું છે કે પાક.ની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ત્યાંનાં આતંકી સંગઠનો ભારતમાં હુમલા કરવા સ્થાનિક ગેંગસ્ટર્સ સાથે સોદા કરી રહ્યા છે. એજન્સીએ અન્ય એજન્સીઓને કેટલાક ગેંગસ્ટરના નામ પણ આપ્યાં છે. તેમાંથી અમુક ગેંગસ્ટર ફરાર છે જ્યારે અમુક જેલમાં છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ દાવો કર્યો કે ISI આ સ્થાનિક ગેંગસ્ટર્સના સંપર્કમાં હોવાની શક્યતા છે.

થોડા દિવસ અગાઉ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીના પંજાબ યુનિટે એલર્ટ કર્યા હતા કે આઇએસઆઇ તથા આતંકી સંગઠનોએ કેટલાક નેતાઓને નિશાન બનાવવા 5 ગેંગસ્ટરને કામ સોંપ્યું હતું. તેમાંથી 2 ગેંગસ્ટર ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. અન્ય 3 ગેંગસ્ટર પંજાબની જુદી-જુદી જેલોમાં છે. તેઓ ડઝનબંધ હત્યા, લૂંટ, માદક પદાર્થોના કેસોમાં તથા જેલમાંથી રેકેટ ચલાવવામાં સંડોવાયેલા છે. સ્થાનિક પોલીસને આવા બદમાશો પર નજર રાખવા જણાવાયું છે. ISIની આ નવી રણનીતિ પાછળનું એક કારણ એ છે કે લોકલ ગેંગસ્ટર શસ્ત્રસરંજામ સહિત વિવિધ સામગ્રી એકઠી કરી શકે છે.

સ્લીપર સેલ લગભગ ખતમ, જેથી હવે બદમાશોના સહારે
એક અધિકારીના જણાવ્યા મુજબ આઇએસઆઇ તથા આતંકી સંગઠનોને લોકલ સ્લીપર સેલ સુરક્ષાદળોની કાર્યવાહીમાં માર્યા જવાનો ડર છે. આઇએસઆઇના લોકલ સ્લીપર સેલ લગભગ ખતમ થઇ ગયા છે કે તેણે કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમને નિયંત્રિત કરવા સ્થાનિક સ્તરે કોઇ ટોપ કમાન્ડર પણ બચ્યા નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post