• Home
  • News
  • ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડ:આરોપી વિદ્યાર્થિનીના 12 વાંધાજનક ફૂટેજ મળ્યા; બ્લેકમેઇલ કરીને તેની પાસેથી અન્ય યુવતીઓના વીડિયો મગાવવામાં આવતા હતા
post

પોલીસે આરોપી વિદ્યાર્થિનીના મોબાઇલમાંથી કેટલીક વ્હોટ્સએપ ચેટ્સ રિકવર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 18:53:34

પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક કેસમાં પોલીસે આરોપી વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી 12 વીડિયો રિકવર કર્યા છે. અત્યારે આ વાંધાજનક વીડિયો એ જ વિદ્યાર્થિનીના હોવાના જણાવવામાં આવી રહ્યા છે. પોલીસે મોબાઈલ બાદ યુવતીનું લેપટોપ પણ જપ્ત કર્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિદ્યાર્થિનીને સની મહેતા અને રંકજ વર્મા દ્વારા બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. તેનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને અન્ય વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો મગાવવામાં આવતો હતો, સાથે જ આરોપીઓના ફોન પરથી દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં સતત ફોન કરવામાં આવ્યા હતા, જેથી એવું લાગે કે આ આરોપીઓ કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલા છે.

ચોથો આરોપી પણ ટ્રેસ થયો
વીડિયો લીક કેસમાં આરોપી યુવતી અને બ્લેકમેઇલ કરનારા સન્ની મહેતા, રંકજ વર્મા અને અન્ય એક આરોપી ટ્રેસ થયો છે. તેનું નામ મોહિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપી વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી કેટલીક વ્હોટ્સએપ ચેટ્સ રિકવર કરી છે, જેમાં મોહિત નામની વ્યક્તિ વારંવાર વિદ્યાર્થિનીને વીડિયો અને ફોટો ડિલિટ કરવા માટે કહી રહ્યો છે. આમાં આરોપી વિદ્યાર્થિની પણ કહી રહી છે કે આજે તો જોખમ આવી પડ્યું હતું, કારણ કે એક વિદ્યાર્થિની તેને નાહતી છોકરીનો ફોટો લેતા જોઈ ગઈ હતી.

બ્લેકમેઇલર્સ અન્ય ગેજેટ્સમાં વીડિયો સેવ કરતા હતા
પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મોબાઈલમાં વીડિયો મગાવીને રંકજ અને સની તેને બીજા ગેજેટમાં સેવ કરી લેતા હતા, પછી તેને મોબાઈલમાંથી ડિલિટ કરી દેતા હતા. પોલીસને આ વાતની જાણ થતાં પંજાબ પોલીસ સની અને રંકજને લઈને શિમલા પહોંચી ગઈ છે. તેમના ઘરે દરોડા પાડીને અન્ય ગેજેટ્સની શોધ કરવામાં આવી રહી છે.

પોલીસને યુવતીની બ્લેકમેઇલિંગની સ્ટોરી પર શંકા છે
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સની મહેતા તેનો બોયફ્રેન્ડ છે. તેણે તેનો વીડિયો સનીને મોકલ્યો હતો. સનીએ આ વીડિયો તેના મિત્ર રંકજ વર્માને બતાવ્યો હતો. આ પછી બંનેએ આરોપી વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે અન્ય વિદ્યાર્થિનીઓના વાંધાજનક વીડિયો નહીં મોકલે તો તેનો અશ્લીલ વીડિયો વાઇરલ કરી દેવામાં આવશે. વિદ્યાર્થિનીના આ દાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને તેની વાત પર શંકા છે. પોલીસને લાગે છે કે આરોપી વિદ્યાર્થિની પણ આ નેટવર્કમાં સામેલ હોઈ શકે છે.

વિદ્યાર્થિનીઓને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે
ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થિનીઓને હજુ પણ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ મળી રહી છે. તેમને વિવિધ નંબરો પરથી વ્હોટ્સએપ પર સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે મારા મિત્રને જેલમાંથી બહાર કાઢો, નહીંતર વીડિયો વાઇરલ થઈ જશે. વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યું કે અમારી પાસે તમારો વીડિયો છે. વિરોધમાં ભાગ લેનારી વિદ્યાર્થિનીઓને આ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકી આપવામાં આવી હતી

6 વિદ્યાર્થિનીએ વીડિયો બનાવતા જોઈ
પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીની 6 વિદ્યાર્થિનીએ તેને વીડિયો બનાવતા જોઈ હતી. તેઓ જ આ આરોપી વિદ્યાર્થિનીને હોસ્ટેલના વોર્ડન પાસે લઈ ગઈ હતી. શંકાસ્પદ હોવા પર ગર્લ્સ હોસ્ટેલના મેનેજરે તેની પૂછપરછ કરી અને આરોપી વિદ્યાર્થિનીએ કબૂલાત કરી હતી.

SIT મહિલા અધિકારીઓની તપાસ કરી રહી છે
પંજાબ પોલીસે આ કેસમાં 3 સભ્યની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. તેનું નેતૃત્વ ADGP ગુરપ્રીત કૌર ડિયો કરી રહી છે. બાકીની બે મહિલા અધિકારીને પણ આમાં સામેલ કરવામાં આવી છે. આ SIT હોસ્ટેલમાં વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓ સાથે પણ વાત કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post