• Home
  • News
  • ગાઝિયાબાદમાં લિફ્ટમાં બાળકને કૂતરું કરડ્યું:બાળક પીડાથી રડી રહ્યું હતું, પણ મહિલા ચૂપચાપ ઊભી રહી હતી; સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
post

નિર્દય મહિલાએ બાળકને બચાવવા માટેનો જરા પણ પ્રયાસ કર્યો નહોતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-06 18:26:14

યુપીના ગાઝિયાબાદની એક સોસાયટીમાં આવેલી લિફ્ટની અંદર એક પાળેલો કૂતરો નાના બાળકને કરડ્યું હતું. લિફ્ટની અંદર કૂતરો કરડતાં બાળક રડી રહ્યું હતું, તે પીડાથી પીડાઈ રહ્યું હતું, પરંતુ કૂતરાની માલિક મહિલા આ બધું જોઈ રહી રહી અને ચૂપચાપ ઊભી રહી હતી. રાજનગર એક્સટેન્શનમાં બનેલી આ ઘટના બાદ પોલીસે મહિલા સામે FIR નોંધી છે. આ ઘટના બાદ સોસાયટીમાં રહેતા લોકોએ લિફ્ટમાં પાળેલા કૂતરાની અવરજવર સામે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

રાજનગર એક્સટેન્શનની ચાર્મ્સ કેસલ સોસાયટીની લિફ્ટમાં સોમવારે સાંજે 6 વાગ્યે આ ઘટના બની હતી. 9 વર્ષનું બાળક ધોરણ 4માં અભ્યાસ કરે છે. તે ટ્યૂશનથી ભણીને ઘરે પરત ફર્યો હતો. લિફ્ટમાંથી જતી વખતે એક મહિલા તેના પાલતું કૂતરા સાથે લિફ્ટમાં પ્રવેશી હતી. કૂતરાથી બચવા માટે બાળક લિફ્ટમાં ગેટ તરફ આવે છે. આ દરમિયાન કૂતરો માસૂમને જાંઘના ભાગે કરડી ગયો હતો.

કૂતરાએ ફરીથી કરડવાનો પ્રયાસ કર્યો હતો
કૂતરાના કરડવાથી બાળકને એટલો તીવ્ર દુખાવો થાય છે કે તે પગ પણ નીચે રાખી શકતું નહોતું. આ દરમિયાન મહિલા ચૂપચાપ ઊભી રહી હતી. તેણે બાળક સાથે વાત કરવાનો કે તેને સમજાવવાના જરા પણ કોઈ પ્રયાસ કર્યો નહોતો. જેવી મહિલા તેના ફ્લોર પર લિફ્ટમાંથી બહાર નીકળે છે ત્યારે કૂતરાએ વધુ એક વખત બાળકને કરડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે બાળક બચી ગયું હતું.

બાળકની માતા જયંકરા રાવે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. રાવે જણાવ્યું હતું કે જ્યારે હું ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી હતી ત્યારે પુત્રએ કૂતરો કરડવા બાબતની સમગ્ર વાત જણાવી હતી. એ સમયે મહિલા પોતાના કૂતરા સાથે બેઝમેન્ટમાં હતી. મહિલાને પોતાનું નામ પૂછવા પર તેણે ન તો પોતાનું નામ જણાવ્યું કે ન તો ફ્લેટ નંબર. બાદમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી જાણ થતાં ખબર પડી કે આ મહિલા બી- 506 ચાર્મ્સ કેસલમાં રહે છે.

પશુપ્રેમીઓ કાર્યવાહીથી ગુસ્સે થાય છે

ત્યાં જ રહેતા રૂપેશ વર્માએ જણાવ્યું હતું કે સોસાયટીની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. સોસાયટીમાં કૂતરા રાખવા સામે કોઈ પગલાં લે તો કેટલાક બુદ્ધિજીવીઓ કૂતરાઓને બચાવવાના નામે કાયદાઓ જણાવવાનું શરૂ કરે છે. કૂતરાને મારવા સામે વીડિયો બનાવે છે અને FIR નોંધાવે છે. આવા લોકોને માણસ કરતાં કૂતરાઓને વધુ પ્રેમ કરે છે."

સોશિયલ મીડિયા પર પણ લોકોએ પ્રતિક્રિયા જણાવી
તહસીન ગનીએ ટ્વિટર પર લખ્યું, "ઓફિસર સિટીની સ્થિતિ પણ ખરાબ છે. તે કૂતરાઓ માટે બ્રીડિંગ પ્લેસ બની ગયું છે. લોકો જાણે કેમ એનાથી છુટકારો મેળવવા માગતા નથી. દર 15મા દિવસે એક બાળકને કૂતરો કરડે છે, લોકો તો પણ હજી ઊંઘે જ છે."

રાજનગર એક્સટેન્શન નામના ટ્વિટર હેન્ડલ પર આ ઘટના પર લખ્યું છે કે "જેને પણ કૂતરા, બળદ, ગધેડા, સિંહ, ચિત્તા, હાથીને પાળવા હોય કે તેને ખાવાનું આપવું છે તેઓ ખૂબ પાળે અને ઘણું ખવડાવો, પરંતુ જો એનાથી રહેવાસીઓને મુશ્કેલી પડે છે તો કૃપા કરીને આ બધું બંધ કરો. લોકોએ ફ્લેટ પોતાની સગવડતા માટે લીધો હોય છે, કેટલાક લોકોના પશુપ્રેમ માટે નહીં."

adv

Related News

post
post
post
post
post
post
post