• Home
  • News
  • ભારત-ચીન સરહદ વિવાદ:ચીનનો આરોપ-ભારતીય સૈનિકોએ LAC ક્રોસ કરી, અમારી પેટ્રોલિંગ ટીમ પર વોર્નિંગ શૉટ ફાયર કર્યા
post

આ પહેલા ચીનના દૂતાવાસે 1 સપ્ટેમ્બરે પણ ભારતીય જવાનો પર LAC ક્રોસ કરવાનો આક્ષેપ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:12:12

લદ્દાખમાં પેપોન્ગ ત્સોના દક્ષિણ કિનારા પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતીય સૈનિકો પર સોમવારે પેપોન્ગ ત્સોના દક્ષિણ કિનારે ઘુસણખોરીના પ્રયાસનો આક્ષેપ કર્યો હતો.

ચીનના મીડિયા પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે ચીનની આર્મીની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો ભારતીય આર્મીએ જવાબમાં વોર્નિંગ શૉટ ફાયર કર્યા. જો કે ભારતીય આર્મીએ આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યું.

ચીનની દાદાગીરી: અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવ્યો
લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીન અરુણાચલપ્રદેશમાંથી 5 ભારતીય યુવકોનું અપહરણ કરવા મામલે જવાબ આપવાને બદલે દાદાગીરી કરવા લાગ્યું છે. સોમવારે જ્યારે તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિનને આ મામલે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે ભારતીય સેનાના આગ્રહ વિશે મારી પાસે કોઈ માહિતી નથી. ચીને ક્યારેય અરુણાચલને માન્યતા નથી આપી જે ચીનનો દક્ષિણ તિબેટિયન વિસ્તાર છે. તમને જણાવી દઈએ કે અરુણાચલપ્રદેશના 5 યુવકોના અપહરણ મામલે ભારતીય સેનાએ ચીનની સેનાને હોટલાઈન મેસેજ મોકલ્યો હતો, જેના પર કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ચીને ઘટનાના 24 કલાકમાં 5 નિવેદન જાહેર કર્યાં હતાં
ચીને લદાખના પેંગોંગ વિસ્તારમાં ભારતીય સેના સાથે અથડામણનું મીડિયા કવરેજ શરૂ થવાના 24 કલાકમાં 5 નિવેદન જાહેર કર્યાં હતાં. જેમાં 2 નિવેદન ચીનના વિદેશ મંત્રાલય, 1 નિવેદન ચીનની સેના, 1 નિવેદન ચીનના વિદેશમંત્રી અને 1 નિવેદન ભારતમાં આવેલ ચીનના દૂતાવાસનું હતું. લગભગ તમામ નિવેદનોમાં ચીને ભારતીય સેના પર ઉશ્કેરણીની કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો હતો.

સેનામાં મોટાં પરિવર્તનની તૈયારી
મીડિયા અહેવાલ અનુસાર જિનપિંગ જલદી જ ચીનની સેના અને અન્ય એજન્સીઓમાં મોટા ફેરફાર કરી શકે છે. બીજી બાજુ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સંરક્ષણમંત્રીઓની બેઠક પછી હવે વિદેશમંત્રીઓની બેઠક યોજાવાની છે. તેમાં ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર ભાગ લેશે. શક્યતા છે કે તેનાથી અલગ ચીનના વિદેશમંત્રી જયશંકર સાથે લદાખ મામલે વાતચીત કરી શકે છે.

ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરે છે
અમેરિકી સંરક્ષણ વિભાગના વાર્ષિક અહેવાલ અનુસાર ચીને તેનાં ઠેકાણાં બનાવવા પાકિસ્તાન સહિત આશરે એક ડઝન દેશોની પસંદગી કરી છે. અમેરિકી કોંગ્રેસને સોંપાયેલા મિલિટરી એન્ડ સિક્યોરિટી ડેવલપમેન્ટ ઈન્વોલ્વિંગ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના 2020’ શીર્ષક હેઠળના રિપોર્ટમાં જણાવાયું છે કે પાક.ને ચીને લોજિસ્ટિક્સ માટે પસંદ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post