• Home
  • News
  • મોદી, કોવિંદ અને સોનિયા સહિત ભારતના 10 હજાર મોટા લોકો અને સંસ્થાઓ પર ચીનની નજર, ડેટા કંપનીઓ દરેક પ્રકારની નાની-મોટી માહિતી એકત્રિત કરી રહી છે
post

રાજનાથ સિંહ, બિપિન રાવત, રતન ટાટા અને સચિન તેન્દુલકર પર ચીનની નજર

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:33:43

ચીન સરકાર સાથે જોડાયેલી એક મોટી ડેટા કંપની 10 હજાર ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમનો પરિવાર ઘણા કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. જ્યુડિશિયરી, બિઝનેસ, સ્પોર્ટ્સ, મીડિયા, કલ્ચર એન્ડ રિલીજનથી લઈને તમામ ક્ષેત્રોના લોકો પર ચીનની નજર છે. આ સિવાય અપરાધિક મામલાઓના આરોપી પર પણ ચીનની નજર છે. આ અંગેનો ખુલાસો અંગ્રેજી ન્યુઝ પેપર ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા ઈન્વેસ્ટીગેશન રિપોર્ટમાં થયો છે.

એક ન્યુઝ પેપરના રિપોર્ટમાં થયો ખુલાસો
રિપોર્ટ મુજબ ચીનના શેનઝોન શહેરની ઝોન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ભારતીયોના રિયલ ટાઈમનું મોનિટરિંગ કરી રહી છે. તેના નિશાન પર ભારતના જે લોકો અને સંગઠન છે, તેમની દરેક નાની-મોટી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેેસે 2 મહિના સુધી મોટા ડેટા ટુલ્સનો ઉપયોગ કરીને ઝેન્હુઆના મેટા ડેટાની ચકાસણીના આધારે આ ખુલાસો કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post