• Home
  • News
  • ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાનને FATFની બ્લેક લીસ્ટમાં જતા બચાવ્યું, જૂન 2020 સુધીની મુદત મળી
post

પાકિસ્તાને જૂન,2020 સુધીમાં તમામ 1,267 નાણાં સંસ્થા અને 1,373 આતંકવાદી સામે કાર્યવાહી કરવી પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 09:15:49

નવી દિલ્હીઃ ટેરર ફંન્ડિગ અને મનિ લોન્ડ્રીગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાક્સ ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાંથી બહાર કરવા 4 મહિનાનો વધુ સમય આપ્યો છે. પાકિસ્તાને જૂન 2020 સુધી 27 મુદ્દા ધરાવતા કાર્ય યોજના પર સંપૂર્ણપણે અમલ કરવા કહેવામાં આવ્યું છે. જો પાકિસ્તાન આ કાર્ય યોજનાને સંપૂર્ણપણે અમલી બનાવશે તો તેને ગ્રે લીસ્ટમાંથી બહાર કરવામાં આવી શકે છે. પણ જો તે આ અંગેના પગલા નહીં ભરી શકે તો તેને બ્લેક લીસ્ટ કરવામાં આવશે. આ વખતે પણ ચીન, તુર્કી અને મલેશિયા જેવા કેટલાક દેશોની તેને મદદ મળી હતી. પાકિસ્તાનના અખબારે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાન સમક્ષ જે 27 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા તે પૈકી પાકિસ્તાને 14 મુદ્દાને લઈ પગલા ભર્યા છે. આ જ કારણથી FATFએ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાંથી બહાર રાખવા વધારાનો સમય આપવામાં આવ્યો છે.

FATFએ આ સાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે આતંકવાદ સહિત 27 મુદ્દાની કાર્યયોજના પૂરી નહીં કરે તો તેને બ્લેક લીસ્ટમાં નાંખી દેવામાં આવશે. આ નિર્ણય FATFની આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમૂહ (ICRG)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેની બેઠક પેરિસમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

ચીને પાકિસ્તાનની પ્રશંસા કરતુ ટ્વિટ કર્યું

આ વખતે ચીને બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાંથી બહાર કરવાની કોઈ માંગ કરી ન હતી. આ અંગે સૌને આશ્ચર્ય થયું હતું. પણ બાદમાં ચીન દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટથી આ મુદ્દે સ્પષ્ટતા થઈ ગઈ હતી. ચીનના વિદેશ મંત્રાલયે લખ્યું હતું કે આતંકવાદી સંગઠનો પર અંકૂશ લગાવવા બદલ પાકિસ્તાનના પ્રયાસ પ્રશંસનિય છે. પાકિસ્તાનના આ પગલાને FTAFની બેઠકમાં અનેક સભ્ય દેશોએ સ્વીકાર્યા છે. ચીન અને અન્ય દેશ આ ક્ષેત્રમાં પાકિસ્તાનની મદદ કરતા રહેશે.

પાકિસ્તાને એન્ટી મનિ લોન્ડ્રીંગ અને ટેરર ફંન્ડિગને લગતા અસરકારક પગલા ભરવા પડશે
પાકિસ્તાને જૂન 2020 સુધીમાં FATFની ગ્રે લીસ્ટથી બચવા માટે તમામ 1,267 નાણાં સંસ્થા અને 1,373 આતંકવાદી સામે કાર્યવાહી કરવી પડશે. ઈસ્લામાબાદે આ આતંકવાદીઓ અને સંગઠનોને ટેરર ફંડ એકત્રિત કરતા અટકાવવાનું રહેશે, સાથે તેણે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલી વ્યક્તિની સંપત્તિ પણ જપ્ત કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રે અથવા બ્લેક લીસ્ટમાં કોઈ દેશને નાંખવામાં આવતા તેને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી ઋણ મેળવવાનું મુશ્કેલ બને છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post