• Home
  • News
  • દિલ્હી-NCRની 5 શાળાઓ બંધ, સરકાર 3.5 લાખ માસ્કની વ્યવસ્થા કરી રહી છે; 25 હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બની રહ્યા છે
post

ભારતમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધી 13 કેસની પુષ્ટી થઈ ચુકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 11:58:57

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમણના અત્યાર સુધી 13 કેસની પુષ્ટી થઈ ચુકી છે. સતર્કતાના ભાગ રૂપે મંગળવારે નોઈડાની બે શાળા બંધ કરી દેવાઈ હતી. આ સાથે જ દિલ્હી-NCRની પાંચ શાળાઓને બંધ કરી દેવાઈ છે. દિલ્હી સરકાર 3.5 લાખ L 95 માસ્કની વ્યવસ્થા કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આગરામાં 6, તેલંગાણા અને દિલ્હીમાં 1-1, જયપુરમાં ઈટલીના 2 નાગરિક અને કેરળના ત્રણ લોકોમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે.

નોઈડાની ધ શ્રીરમ મિલેનિયમ શાળાના બે વિદ્યાર્થીઓમાં મંગળવારે સંક્રમણની પુષ્ટી કરાઈ હતી. ત્યારબાદ ગૌતમબુદ્ધનગર જિલ્લાના ચીફ મેડિકલ અધિકારી અનુરાગ ભાર્ગવની સલાહ બાદ શાળાને શુક્રવાર માટે બંધ કરી દેવાઈ હતી. સંક્રમિત બન્ને વિદ્યાર્થી દિલ્હીના રહેવાસી હતા. આ સાથે જ વસંત વિહારમાં આવેલી ધ શ્રી રામ શાળાને ગુરુવારથી અને ગુડગામની અરાવલી અને મોલસારી ખાતે આવેલા તેના કેમ્પસને 9 માર્ચથી બંધ કરી દેવાયા છે.

રજાઓમાં શાળાને સેનિટાઈઝ કરવામાં આવશે
શાળાના સંચાલકે જણાવ્યું કે, ઉનાળાની રજાઓ આ વખત વહેલા આપી દેવાઈ છે. આ દરમિયાન શાળાઓને સેનિટાઈઝ કરવામાં આવશે. કોરોનાવાઈરસ સંક્રમતિ દર્દીઓના સંપર્કમાં આવેલા લગભગ 70 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં આગરાના 6 અને બર્થડે પાર્ટીમાં આવેલા 44 લોકો સામેલ છે.

‘6 ખાનગી હોસ્પિટલમાં પણ આઈસોલેશન વોર્ડ બનાવાઈ રહ્યા છે
દિલ્હીમા સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે જણાવ્યું કે, ‘સરકાર શહેરને સાફ કરવા માટે જરૂરી તમામ પગલા લઈ રહી છે. 25 હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવી દેવાયા છે, જેમાં 19 સરકારી અને 6 ખાનગી હોસ્પિટલ સામેલ છે

 

adv

Related News

post
post
post
post
post
post
post