• Home
  • News
  • આયાતીઓને પ્રજાની મહોર:ભાજપમાં કોંગ્રેસ છોડી આવેલા 14માંથી 10ને જીતાડ્યા, જવાહર ચાવડાને નસીબે સાથ ન આપ્યો
post

People's stamp for importers: BJP won 10 out of 14 who left Congress, Jawahar Chavda was not lucky.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-08 17:46:53

અમદાવાદ: 2022માં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. એટલું જ નહીં, કોંગ્રેસના સૂપડાસાફ કરી દીધા છે. ત્યારે આજે પરિણામ આવ્યું છે, તેમાં પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ પ્રજાએ સ્વીકારી લીધા છે. કોંગ્રેસમાં ધારાસભ્ય બનેલા પણ કોઈ કારણોસર ભાજપમાં ભળેલા તત્કાલિન કોંગ્રેસના ધારાસભ્યોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી હતી. ભાજપનો દાવ એકદમ સીધો રહ્યો અને મોટાભાગના આયાતી ઉમેદવારો જીતી ગયા છે.

દક્ષિણ ગાંધીનગર અને અબડાસાએ મહોર મારી
અબડાસા બેઠક પર 2017માં કોંગ્રેસમાં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલ્ટો કર્યો અને ભાજપમાં લડીને જીત્યા હતા. ફરી ભાજપે ટિકિટ આપી હતી. જેમાં ભાજપનો દાવ સફળ રહ્યો હતો અને જાડેજાની જીત થઈ હતી. પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેના બનાવીને લડત ચલાવનાર અને કોંગ્રેસમાં રાધનપુરથી જીત મેળવી ભાજપમાં ભળનાર અલ્પેશ ઠાકોરને રાધનપુરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે સીટ બદલતાં જીત મળી છે. ગાંધીનગર દક્ષિણમાં જીત મળી છે.

બળવંતસિંહની ધીરજ કામ લાગી, હાર્દિકનું સ્વાગત
કોંગ્રેસને વર્ષો સુધી રહેનાર અને રાજ્યસભા ચૂંટણીમાં બંડ પોકરનાર બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભામાં લડાવાયા હતા પરંતુ તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમની ધીરજ ફળી હતી અને આ વખતે ફળ મળી ગયું છે. તેઓએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલની વિરમગામમાં જીત થઈ છે.

જસદણના કિંગ તો બાવળિયા જ
ધંધુકા બેઠક પર કાળુ ડાભીની જીત થઈ છે. જસદણ પર કુંવરજી બાવળિયાનો એકહથ્થું કબજો ચાલુ રહ્યો છે. કોંગ્રેસમાં રેકોર્ડ બનાવ્યા હતા હવે ભાજપમાં પણ તેઓ રેકોર્ડ બનાવી રહ્યા છે. રૂપાણી સરકારમાં મંત્રી રહેલા બાવળિયા સતત બીજીવાર ભાજપમાં જીત્યા છે. જો કે માણાવદર બેઠક પર જવાહર ચાવડાને હારનો સામનો કરવો પડ્યો છે. તેમના નસીબે સાથ આપ્યો નથી. તેઓ 2019માં પેટાચૂંટણી જીતી ગયા હતા.

છેલ્લે આવેલા ભગવાન બારડ જ ફાવ્યા
છેલ્લે સુધી કોંગ્રેસમાં રહેલા વિસાવદરમાં હર્ષદ રિબડિયાએ છેલ્લેછેલ્લે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપે ટિકિટ પણ આપી હતી. જો કે, તેમનો દાવ ઊંધો પડ્યો હતો અને આપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે ખેડબ્રહ્મા બેઠક પર છેલ્લેછેલ્લે ભાજપનો ખેસ પહેરનાર અશ્વિન કોટવાલને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે, તાલાલાના ભગવાનભાઈ બારડને મતદારોએ સાથ આપ્યો હતો. તેઓ આખી ટર્મ કોંગ્રેસમાં રહ્યા હતા અને છેલ્લે-છેલ્લે ભાજપમાં જોડાયા હતા અને ટિકિટ મેળવી હતી.

બોટાદની જનતાએ ભાજપ ઉમેદવારને નકારી દીધા
ધારી બેઠક પર જે.વી કાકડીયા જીતી ગયા છે. તેમને પક્ષ પલ્ટો ફળ્યો છે. જોકે બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણીને પણ પ્રજાએ નકાર્યા છે અને આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ જોરદાર ટક્કર આપીને હરાવ્યા છે. તો કરજણ બેઠક પર અક્ષય પટેલને ભાજપે ટિકિટ આપી હતી અને તે દાવા સાચો સાબિત થયો હતો. જ્યારે કપરાડા બેઠક પર જીતુભાઇ ચૌધરીની જીત થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post