• Home
  • News
  • દિલ્હી વિધાનસભા સંકુલમાં બન્યુ બ્રિટિશ યુગનું 'હેંગિંગ હાઉસ', CM કેજરીવાલ કરશે ઉદ્ઘાટન
post

સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે 'ફાંસી ઘર'નો ઉપયોગ કરવામાં આવતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 18:06:46

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા સંકુલમાં બ્રિટિશ યુગના 'ફાંસી ઘર'(Hanging House)નું મંગળવારના રોજ અનાવરણ કરશે. ત્યારબાદ સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે. આ 'ફાંસી ઘર'નો ઉપયોગ સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે કરવામાં આવતો હતો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોક નિર્માણ વિભાગે તેનું પુનઃનિર્માણ શરૂ કર્યું હતું.

આ સિવાય અરવિંદ કેજરીવાલ વિધાનસભા સંકુલમાં 'કોરોના વોરિયર મેમોરિયલ'નું પણ ઉદ્ઘાટન કરશે, તેવું સત્તાવાર પત્રમાં કહેવામાં આવ્યું છે. આ પત્ર મુજબ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ અને ડેપ્યુટી સ્પીકર રાખી બિરલા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ સિવાય કેજરીવાલ વિધાનસભા સંકુલમાં 'કોરોના વોરિયર મેમોરિયલ'નું પણ ઉદ્ઘાટન કરશે, એમ સત્તાવાર પત્રમાં કહેવામાં આવ્યું છે. પત્ર મુજબ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સ્પીકર રામ નિવાસ ગોયલ અને ડેપ્યુટી સ્પીકર રાખી બિરલા પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

અધિકારીઓએ કહ્યું હતું કે, જ્યારે દિલ્હી વિધાનસભાનું સત્ર નહી ચાલતું હોય ત્યારે સામાન્ય લોકો આ બન્ને સ્થળોને જોઈ શકશે. સ્વતંત્રતા દિવસ પહેલા 'ફાંસી ઘર' અને 'કોરોના વોરિયર મેમોરિયલ'ને ખોલવાનું લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ દિલ્હી વિધાનસભામાં 'ફાંસી ઘર' સિવાય મુખ્ય બિલ્ડિંગના સેન્ટ્રલ હોલની નીચે એક ટનલ પણ છે. આ ટનલ વિધાનસભા અને લાલ કિલ્લાને જોડતી હોવાનું માનવામાં આવે છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post