• Home
  • News
  • US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશેઃ વિજય રૂપાણી
post

'હાઉડી મોદી'ની તર્જ પર ગુજરાતમાં 'કેમ છો ગુજરાત' યોજવાના સંકેત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 11:18:59

અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારતના પ્રવાસ દરમિયાન ગુજરાત આવે તેવી શક્યતાઓ વધુ પ્રબળ બની છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ અંગેની વિગતો જણાવી છે. નવી દિલ્હીમાં એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં રૂપાણીએ કહ્યું હતું કે, ટ્રમ્પને આવકારવા માટે ગુજરાત સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની સરકાર માટે ટ્રમ્પના સંભવિત કાર્યક્રમોની વિગતો પર કાર્યરત છે. સિવાય ટ્રમ્પ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે આવે તેવી મુખ્યમંત્રીએ માહિતી આપી છે.

'હાઉડી મોદી'ની તર્જ પર ગુજરાતમાં 'કેમ છો ગુજરાત' યોજવાના સંકેત
રૂપાણીએ એજન્સીને એમ પણ જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં યુએસ અને તે પૂર્વે યુકેની મુલાકાતે ગયા હતા અને ત્યાં જેમ ભવ્ય કાર્યક્રમો કર્યા હતા તે રીતે ટ્રમ્પનો પણ ગુજરાતમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાઈ શકે છે. રૂપાણીએ આમ આડકતરી રીતે ટેક્સાસમાં તાજેતરમાં યોજાયેલા 'હાઉડી મોદી'ની તર્જ પર ગુજરાતમાં 'કેમ છો ગુજરાત' કાર્યક્રમ યોજાઈ શકે છે તેવા પણ સંકેત આપ્યા હતા.


મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ટ્રમ્પ ઉદઘાટન કરી શકે
ટ્રમ્પ પણ ગુજરાતમાં પ્રકારનો કાર્યક્રમ યોજી શકે છે તે બાબતે વધુ સ્પષ્ટતા કરતા રૂપાણીએ કહ્યું હતું કે, અમે કેટલીક યોજનાઓ ઘડી રહ્યા છીએ. અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે જેની ક્ષમતા 1.10 લાખ દર્શકોની છે. મોદી અને ટ્રમ્પ બંને હાલ વિશ્વના સૌથી મોટા બે નેતાઓ છે, જેઓ એક મંચ પર સાથે રહીને સ્ટેડિયમનું ઉદઘાટન કરી શકે છે. જો કે, તેમણે બાબતની પુષ્ટિ કરી નહોતી કે, હાઉડી મોદીના જેવો ભવ્ય કાર્યક્રમ ટ્રમ્પની શાનમાં યોજાશે કે નહીં.


ટ્રમ્પ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને નિહાળવા કેવડિયા પણ આવી શકે
ઉલ્લેખનીય છે કે, હજી એક વર્ષ પૂર્વે કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું જેને વિશ્વની આઠમી અજાયબી તરીકે પણ સ્થાન મળ્યું છે. હવે ટ્રમ્પ ગુજરાતની મુલાકાત દરમિયાન કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા પણ જઈ શકે છે. રૂપાણીએ ઉમેર્યું હતું કે, અમે આઈટી ક્ષેત્ર અને અમેરિકન યુનિવર્સિટીઓ સાથે પણ સમજૂતિ કરીએ તેવી આશા છે. અમે અગાઉ ન્યૂજર્સી રાજ્ય સાથે શિક્ષણ, પર્યટન અને માળખાગત ક્ષેત્ર બાબતે સમજૂતિ કરી છે.

 


adv

Related News

post
post
post
post
post
post
post