• Home
  • News
  • કોરોના વચ્ચે CM રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?
post

આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 11:38:44

કોરોના (Corona) વચ્ચે CM રૂપાણી (CM Vijay Rupani)નો અતિ મહત્વપૂર્ણ નિર્ણય (Important Decision) લેવામાં આવ્યો છે. હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે. કોરોના ગાઈડલાઈન (Corona’s Guideline)પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ (Mask, Social distance)નું પાલન જરૂરી છે.

આ વિશે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 1000ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે.

આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ એટલે કે 3 નવેમ્બર 2020થી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post