• Home
  • News
  • રાજકોટના 21માં મેયર તરીકે CMના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવની વરણી, ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ
post

મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બર ફૂલથી શણગારાઇ, પેંડાના બોક્સ ટેબલ પર ગોઠવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-12 11:46:27

રાજકોટ મનપાએ ભાજપે 72માંથી 68 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે 4 બેઠક જ કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન. દંડક સહિત 12 હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ માટે મનપાની 2021ની પહેલી સામાન્ય સભા રાખવામાં આવી છે. મેયર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવ પર કળશ ઢોળાયો છે. તો ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહની વરણી કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરાઇ છે. આ માટે શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી.

શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહવાળા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે અને પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહવાળાનું નામ જાહેર થયું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા છે.

નવનિયુક્ત પદાધિકારીની યાદી
મેયર-ડો.પ્રદીપ ડવ
ડે.મેયર-ડો.દર્શીતા શાહ
શાસક પક્ષના નેતા- વિનુ ઘવા
શાસક પક્ષના દંડક-સુરેન્દ્રસિંહ વાળા

સ્થાયી સમિતિના સભ્યો
1.
પુષ્કર પટેલ
2.
મનીષ રાડિયા
3.
બાબુ ઉધરેજા
4.
ચેતન સુરેજા
5.
નીતિન રામાણી
6.
ડો.અલ્પેશ મોરઝરીયા
7.
જયમીન ઠાકર
8.
નેહલ શુક્લ
9.
નયના પેઢડીયા
10.
દુર્ગાબા જાડેજા
11.
ભારતી પરસાણા
​​​​​​​12.
ભારતી પાડલીયા

નવા મેયરે ચાર્જ સંભાળ્યો
​​​​​​​
નવા મેયર ડો. પ્રદિપ ડવે મનપામાં પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો છે. ડો.પ્રદીપ ડવે પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળતા પહેલા પુજા કરાવી હતી. જેમાં ભાજપના આગેવાનોના આશીર્વાદ મેળવ્યા બાદ ખુરશી પર બેસી ચાર્જ સંભાળ્યોહતો. આ સમયે ચેમ્બર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી.​​

મેયરની ચેમ્બર ફૂલથી શણગારાઇ
રાજકોટ મનપાના નવા મેયરની વરણી થાય તે માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. મનપામાં નવા મેયર પ્રદીપ ડવની ચેમ્બરને ફૂલથી શણગારવામાં આવી છે. તેમજ ચેમ્બરમાં ટેબલ પર પેંડાના બોક્સ પણ રાખી દેવામાં આવ્યા છે. કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડે.મેયર દર્શિતા શાહની ચેમ્બર પણ ફૂલોથી શણગારવામાં આવી છે. રાજકોટ મનપામાં આજે 21માં મેયરની વરણી કરવામાં આવી છે.

ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી
હોદ્દેદારોની વરણી પહેલા ભાજપની આજે 10 વાગ્યે સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી જણાવ્યું હતું. મેયર પદ માટે પ્રદીપ ડવ સૌથી આગળ ચાલી રહ્યાં હતા અને તેમની જ વરણી કરવામાં આવી છે.. ડો.એલ્પેશ મોરઝરીયા, બાબુ ઉધરેજા સહિતના નામ પણ રેસમાં હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે પુષ્કર પટેલ સૌથી આગળ ચાલી રહ્યાં હતા અને તેમની જ વરણી કરવામાં આવી છે. નેહલ શુક્લ અને દેવાંગ માંકડ પણ રેસમાં હતા. ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શના પંડ્યા સૌથી આગળ ચાલી રહ્યાંં હતા પરંતુ દર્શિતા શાહ પર કળશ ઢોળવામાં આવ્યો છે. તેમજ નેહલ શુક્લ પણ રેસમાં હતા. શાસક પક્ષના નેતા તરીકે પરેશ પીપળીયાનું નામ મોખરે હતું પરંતુ વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post