• Home
  • News
  • CM ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવા માંગતા હતા, MVA ગઠબંધનના નેતાએ 2 વાર અટકાવ્યા
post

મહારાષ્ટ્રનું રાજકીટ સંકટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે, સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોરોને તાત્કાલિક રાહત આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 11:59:22

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે CM પદથી રાજીનામું આપવા માંગતા હતા. સાથે જ તેમણે 2 વખત રાજીનામું આપવા માટે વિચાર્યું હતું પરંતુ બંને વાર ગઠબંધનના એક નેતાએ તેમને રોક્યા હતા. અહેવાલ પ્રમાણે, એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે સુરત ગયા હતા. આ દિવસે સાંજે 5 વાગ્યે ફેસબુક લાઈવમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે પોતાનું મન બનાવી લીધું હતું પરંતુ MVA સરકારના એક મોટા નેતાએ તેમને અટકાવ્યા હતા. આ કારણોસર ફેસબુક લાઈવ અડધો કલાક મોડું શરૂ થયું હતું. 

ત્યારબાદ બીજા દિવસે ઉદ્ધવ ઠાકરેએ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. તેથી જ તેમણે સચિવોની બેઠક પણ બોલાવી હતી. કારણ કે તેમનો અંતિમ આભાર માની શકાય પરંતુ MVAના  મોટા નેતાને જાણ થતાં જ તેમણે ફરીથી ખુલાસો કર્યો હતો અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા અટકાવ્યા હતા.

મહારાષ્ટ્રનું રાજકીટ સંકટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોરોને તાત્કાલિક રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને 5 દિવસમાં જવાબ માંગ્યો છે. કોર્ટ હવે આ મામલે 11 જુલાઈએ સુનાવણી કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post