• Home
  • News
  • યોગીએ કહ્યુ- CAA વિરુદ્ધના દેખાવો અંગે અમારી સ્ટાઈલમાં ઉકેલ લાવીશું
post

નુકસાન પહોંચાડશે એમને દસ પેઢી યાદ રાખે એવી કાર્યવાહી કરીશું-યોગી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 11:03:14

આગરા: નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરામાં ભાજપ દ્વારા સીએએની તરફેણમાં આયોજિત રેલીમાં કહ્યું કે, સીએએ વિરુદ્ધ દેખાવોનો ઉત્તર પ્રદેશ સરકારની સ્ટાઈલમાં ઉકેલ આવશે. શાહીન બાગના પુરુષોએ ઘરની મહિલાઓને આગળ કરી દીધી છે અને તે આટલી ઠંડીમાં પણ બાળકો સાથે રસ્તા પર બેઠી છે, જ્યારે તેમના પતિ રજાઈમાં ઘૂસીને સૂઈ ગયા છે. યોગીએ કહ્યું કે, તમામને વિરોધનો અધિકાર છે, પરંતુ દેશવિરોધી ગતિવિધિ સહન નહીં કરાય. લોકો જાણે છે કે, હવે તોડફોડ કરીશું તો સંપત્તિ જપ્ત થઈ જશે. એટલે તેમણે મહિલાઓ અને બાળકોને રસ્તા પર બેસાડવાનું શરૂ કરી દીધું. હું ફરી મંચ પરથી કહીશ કે, શાંતિથી વિરોધનો તમામને અધિકાર છે, પરંતુ જાહેર સંપત્તિ, વેપારી સંસ્થાઓને નુકસાન કરશો તો આવનારી દસ પેઢી યાદ કરે, એવી કાર્યવાહી કરીશું.


સીએએ વિરુદ્ધના દેખાવોમાંઆઝાદીના નારા સહન ના કરી શકાય: સિંઘવી
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, સીએએ સામેના આંદોલનમાં ભારતથી આઝાદીના નારા ના લગાવવા જોઈએ, તેનાથી આંદોલન નબળું પડ્યું છે. ભાગલાવાદી નારા છે, જેને સીએએ વિરુદ્ધના પ્રદર્શનમાં કોઈ જગ્યા ના હોવી જોઈએ. તે એકતા સામે સવાલ કરે છે.


સીએએ લાગુ કરવા રાજ્યો ઈનકાર ના કરી શકે, વિરુદ્ધના પ્રસ્તાવ માત્ર રાજકારણ : થરુર
કપિલ સિબ્બલ, જયરામ રમેશ પછી કોંગ્રેસના શશિ થરુરે CAA વિરુદ્ધ રાજ્યોના પ્રસ્તાવો અંગે કહ્યું છે કે, સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવા ફક્ત રાજકીય પગલું છે કારણ કે, નાગરિકતા આપવામાં રાજ્યોની કોઈ ભૂમિકા નથી હોતી. તેઓ એવું ના કહી શકીએ કે, અમે સીએએ લાગુ નહીં કરીએ.


પંજાબ-કેરળ પછી રાજસ્થાન અને . બંગાળ પણ ગૃહમાં સીએએની વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે
સીએએ વિરુદ્ધ પંજાબ-કેરળ પછી રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે પ્રસ્તાવની તૈયારી શરૂ કરી છે. ગુરુવારે રાજસ્થાનના ડે.સીએમ સચિન પાયલોટે આગામી બજેટ સત્રમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે તો પશ્ચિમ બંગાળ સરકાર પણ આવો પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post