• Home
  • News
  • 6 રાજ્યોમાં બે દિવસ કોલ્ડવેવ, ચારમાં કરાવૃષ્ટિ-માવઠાનું એલર્ટ
post

હવામાન વિભાગે કહ્યું - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી અઠવાડિયા સુધી ઠંડીથી રાહત મળવાની શક્યતા ઓછી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 09:45:56

નવી દિલ્હીથોડા દિવસ ઠંડીથી રાહત પછી અનેક રાજ્યોમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગત 24 કલાક દરમિયાન દિવસનું તાપમાન 3થી 5 ડિગ્રી નીચે આવી ગયું. ન્યૂનતમ તાપમાન પણ ઘટ્યું છે અને આગળ કોલ્ડવેવ ફૂંકાવાની આશંકા છે. વિભાગે આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, ઓડિશા અને પૂર્વોત્તર રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મરાઠાવાડા, વિદર્ભ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ કરાંવૃષ્ટિ અને વીજળીની સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી ઠંડીની રાહત નહીં મળે તેમ કહ્યું છે. દિલ્હીમાં રવિવારે ધૂમ્મસ છવાયું. તેનાથી ન્યૂનતમ અને મહત્તમ તાપમાનને 7 ડિગ્રી સેલ્સિયસ અને 22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મર્યાદિત કરી દીધું છે. ધૂમ્મસને કારણે છત્તીસગઢના રાયપુરથી દિલ્હી જતી એક ફ્લાઇટને નાગપુર તરફ ડાઈવર્ટ કરાઈ હતી. દૃશ્યતા લગભગ 900 મીટર હતી.


ઉત્તર ભારત પર ડિસ્ટર્બન્સની અસર વધુ

11 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે જેનાથી સંપૂર્ણ પશ્ચિમી હિમાલય ક્ષેત્ર પ્રભાવિત થશે. 12 ફેબ્રુઆરીએ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરના પર્વતો પર આવશે ત્યારે પવનની ઝડપમાં ઘટાડો થશે પણ 14 ફેબ્રુઆરીથી તાપમાન ઘટવાનું શરૂ થશે.

પર્વતો પર ફરી હિમવર્ષા થઈ શકે છે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પર્વતીય રાજ્યોમાં અમુક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. તેના પછી શિમલા, કુલ્લુ, મનાલી, મસૂરી સહિત ઉત્તરના પર્વતો પર એકવાર ફરી હિમવર્ષા જોવા મળી શકે છે.

મેદાની વિસ્તારોમાં નારનૌલ સૌથી ઠંડું
રવિવારે મેદાની ભાગોમાં હરિયાણાનું નારનૌલ સૌથી ઠંડુ રહ્યું. જ્યાં ન્યૂનતમ તાપમાન ઘટીને 3.0 ડિગ્રી નોંધાયું. તેના પછી સીકર(3.0), લુધિયાણા(3.5), ભુલવાડા(4.2) અને રિવા(4.5) ઠુંઠવાઈ ગયા.

ઓડિશા માટે યલો વોર્નિંગ જાહેર
હવામાન વિભાગે ઓડિશા માટે યલો વોર્નિંગ જારી કરી છે. અહીં વીજળી સાથે કરાંવૃષ્ટિ અને મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરી. તટીય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post