• Home
  • News
  • ટ્રમ્પનાં પત્નીની સુરક્ષા માટેની મહિલા ટીમને વાતચીતની પણ તાલીમ અપાશે
post

મહિલા એસીપી ઉપરાંત પીઆઈ અને પીએસઆઈની બનેલી 10 સભ્યોની ટીમ માટે બ્લેઝરનો ડ્રેસ કોડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 08:56:23

અમદાવાદઃ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ અમદાવાદમાં યોજાનારા રોડ-શોમાં ભાગ લેશે. યુએસ સિક્રેટ સર્વિસના અંગરક્ષકો તેમની ફરતે રહેશે પરંતુ તેમ છતાં મહિલા એસીપી, મહિલા પીઆઈ અને મહિલા પીએસઆઈની 10 સભ્યોની ટીમને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ 10 મહિલા અધિકારી માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરાયો છે. તમામ મહિલા પોલીસ અધિકારી બ્લેઝરમાં રહેશે. વાતચીત કેવી રીતે કરવી અને દેખાવ કેવો રાખવો તે અંગે તાલીમ અપાઈ રહી હોવાનું હોવાનું સૂત્રોનું કહેવું છે. ટ્રમ્પ અને મોદીની સુરક્ષામાં રહેનારા ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓ માટે પણ બ્લેઝરનો ડ્રેસ કોડ છે. રોડ શો અને સ્ટેડિયમ ખાતે ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓ માટે ફોર્ચ્યુનર પણ ફાળવાઈ છે. અમેરિકી સિક્રેટ સર્વિસે સુરક્ષા વ્યવસ્થામાં રહેનારા પોલીસ અધિકારીઓની તેમજ ટ્રમ્પના સ્ટેજ અંગે માહિતી મેળવી છે.

શંકાસ્પદ ટ્વિટર હેન્ડલ પર વોચ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી તેમનો વિરોધ કરનારા તમામ શંકાસ્પદ લોકોના ટ્વિટર હેન્ડલ અને એફબી આઈડીની ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ સભ્યોની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે 24 કલાક સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

સિક્રેટ સર્વિસ-SPG વચ્ચે બેઠક
યુએસ સિક્રેટ સર્વિસના 20 અધિકારી અમદાવાદ આવી ગયા છે. રવિવારે તેમણે એસપીજીના આઈજી રાજીવ રંજન ભગત, ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી અજય તોમર સહિત ઝોન ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ સાથે મિટિંગ યોજી સ્ટેડિયમની અંદરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post