• Home
  • News
  • કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું?:કોંગ્રેસે હજી 38 બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર નથી કર્યાં, તેમના માટે 24 કલાકનો પણ સમય નથી; ભાજપે 3 જાહેર કર્યા, હવે 1 બાકી
post

કરજણ બેઠક પરથી બળવો કરનાર સતિશ નિશાળિયા ચૂંટણી નહીં લડે. હવે આ બેઠક પરથી ભાજપ માટે ઘાત ટળી ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-16 17:14:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે ભાજપે માણસાથી જ્યંતીભાઈ પટેલ, ખેરાલુથી સરદાર ચૌધરી અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટીકિટ આપી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો. કરજણ બેઠક પરથી બળવો કરનાર સતિશ નિશાળિયા ચૂંટણી નહીં લડે. હવે આ બેઠક પરથી ભાજપ માટે ઘાત ટળી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસે હજી 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. તેમના માટે હવે 24 કલાકનો જ સમય બાકી રહ્યો છે.

ધંધૂકામાં કોંગ્રેસના ઉમેદવાર બદલવા માંગ
કોંગ્રેસમાં કકળાટ થવો એ હવે નવી વાત રહી નથી. ધંધુકામાં રાજુભાઈ ગોહિલને રિપીટ કરો તેવી માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય સમાજના વ્યક્તિને ટીકિટ આપવાનો કારસો રચાયો હોવાનો કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. રાજુભાઈ ગોહિલને ટીકિટ નહીં મળે તો કોળી સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ કોંગ્રેસને બતાવી દેશે. બીજી તરફ અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી યોજી હતી.

રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો
NCPમાંથી રેશમા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશ્મા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું 'પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો AAPમાં જોડાઈ રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post