• Home
  • News
  • કોંગ્રેસે MPની ચૂંટણીમાં બિહાર જેવી રણનીતિ અપનાવી, સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કરી જાહેરાત
post

મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 17:14:51

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. આ પહેલા બિહારમાં નીતિશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહી છે.

મધ્યપ્રદેશમાં વર્ષના અંતે ચૂંટણી યોજાશે

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે પૂરા જોરશોરથી ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ કમલનાથ પણ હાજર હતા. આ દરમિયાન ખડગેએ ઘણી મોટી જાહેરાતો કરી હતી. ખડગેએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ સાગરમાં સંત રવિદાસ જીના નામ પર યુનિવર્સિટી ખોલવામાં આવશે આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.

પીએમ મોદી અને શિવરાજ પર સાધ્યું  નિશાન

ખડગેએ સાગરમાં રવિદાસનું મંદિર બનાવવાના મુદ્દે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ હવે ચૂંટણી સમયે સંત રવિદાસને યાદ કરે છે. એક વ્યક્તિ 18 વર્ષથી એમપીમાં શાસન કરે છે, મોદીએ ગુજરાતમાં 13 વર્ષ શાસન કર્યું. દિલ્હીના શાસનને 10 વર્ષ થવા આવી રહ્યા છે. તો 24 વર્ષ વીતી ગયા. કોંગ્રેસને કહેવામાં આવે છે કે જ્યારે મોદીજીએ તેના અડધા વર્ષ સુધી શાસન કર્યું છે. જુઓ ગુજરાતમાં, સૌથી પછાત રાજ્ય ગુજરાત છે. 

તમે ડર બતાવીને તમારી સરકારો બનાવી : મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું હતું કે આઝાદી માટે લડનારા લોકો કોણ હતા? તે સમયે મોદીજી કે શાહનો જન્મ થયો હતો? તેઓ મોટી મોટી વાતો કરે છે કે આઝાદી અમે અપાવી, બંધારણ અમે બનાવ્યું તો પણ હજુ પણ અમને પૂછે છે કે અમે શું કર્યું? તમે ડર બતાવીને તમારી સરકારો બનાવી. જેમ મધ્યપ્રદેશમાં સરકાર બની, તેવી જ રીતે કર્ણાટકમાં પણ સરકાર બની. 16 ધારાસભ્યોને પૈસા આપીને રાખ્યા, મંત્રી બનવાની લાલચ આપીને સરકાર બનાવી. મણિપુરમાં પણ આવી જ સરકાર બનાવી હતી.

શું છે જાતીની વસ્તી ગણતરી

જાતિ આધારિત વસ્તી ગણતરી શું છે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ સરકારને વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરે છે. બીજી બાજુ, જાતિ આધારિત વસ્તી ગણતરી જાતિના આધારે લોકોની વસ્તી ગણતરીનો સંદર્ભ આપે છે. આને જાતિની વસ્તી ગણતરી કહેવાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post