• Home
  • News
  • કોંગ્રેસનો દાવો- ભાજપે 9 ધારાસભ્યોને ગુડગાંવની હોટલમાં બંદી બનાવ્યા; દિગ્વિજયે 7 MLAના પાછા ફરવાની આશા વ્યક્ત કરી
post

મંગળવાર સવારે દિગ્વિજયસિંહનું ટ્વીટ- ભાજપ કોંગ્રેસ ધારાસભ્યોને દિલ્હી લઈ જઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 10:15:22

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ પર લગાવાયેલા હોર્સ ટ્રેડિંગના આરોપો અંગે મંગળવાર સવારથી માંડી મોડી રાત સુધી રાજકીય યુદ્ધ છેડાયું હતું. જેમાં સવારે દિગ્વિજયે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે ભાજપ નેતા ભૂપેન્દ્ર સિંહ બસપા ધારાસભ્ય રામબાઈને તેમની સાથે લઈને ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચ્યા છે. જો કે રામબાઈના પતિ ગોવિંદે દિગ્વિજયના આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે, રામબાઈ તેમની દીકરીને મળવા દિલ્હી ગયા છે. પરંતુ સાંજે અચાનક ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ દિલ્હી ચાલ્યા ગયા હતા. દિગ્વિજય પણ દિલ્હીમાં છે.

મોડી રાતે સમાચાર મળ્યા હતા કે ભાજપે બસપાના 2, એક અપક્ષ અને 6 કોંગ્રેસી ધારાસભ્યોને ગુંડગાવની આઈટીસી મરાઠા હોટલમાં ભેગા કર્યા છે. ત્યારબાદ રાતે જ ભોપાલથી મંત્રી જીતૂ પટવારી અને જયવર્ધન સિંહને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. પટવારીએ જણાવ્યું કે જ્યા સુધી અમે હોટલ પહોંચતા, ત્યાં સુધીમાં તો તમામ ધારાસભ્યોને હોટલથી કોઈ અજાણ્યા સ્થળે લઈ જવાયા હતા. માત્ર રામબાઈ જ હોટલની બહાર મળ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, રાતે લગભગ 2 વાગ્યે ઘણા ઘારાસભ્યો હોટલથી તેમનો સામાન લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા.

દિગ્વિજયે કહ્યુંભાજપ નેતા રામપાલ સિંહ, નરોત્તમ મિશ્રા, અરવિંદ ભદૌરિયા, સંજય પાઠક ધારાસભ્યોને પૈસા આપવા માટે લઈ જઈ રહ્યા હતા. મને લાગતું હતું કે હોટલમાં 10-11 ધારાસભ્ય હશે. માત્ર 4 તેમના (ભાજપ) સાથે છે. અમારા લોકો બિસાહુલાલ સિંહ અને રમાબાઈના સંપર્કમાં છે. બન્ને પાછા આવવા માંગતા હતા, પરંતુ ભાજપે તેમને રોક્યા હતા. કોંગ્રેસ આજે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે.

આ ધારાસભ્યોની હોટલમાં હોવાની પુષ્ટી

·         રામબાઈ(બસપા), પથરિયા

·         બિસાહુલાલ(કોંગ્રેસ), અનૂપપુર

·         હરદીપ સિંહ(કોંગ્રેસ), સુવાસરા

·         સુરેન્દ્ર સિંહ શેરા(અપક્ષ)

·         સંજીવ કુશવાહ(બસપા), ભિંડ

·         એન્દલ સિંહ કંસાના(કોંગ્રેસ), સુમાવલી

શું છે ઘટનાક્રમ?

·         શિવરાજ સાંજે દિલ્હી ગયા, ત્યાં ભૂપેન્દ્ર અને નરોત્તમ પહેલાથી જ હતા

·         ગુડગાંવની એક હોટલમાં લગભગ 9 ધારાસભ્યોને ભાજપે રાખ્યા હતા

·         ખબર પડતાની સાથે જ મંત્રી જીતૂ પટવારી અને જયવર્ધન દિલ્હી જવા માટે રવાના થયા

·         જ્યાં સુધી બન્ને હોટલ પહોંચ્યા, તમામ ધારાસભ્યોને અન્ય સ્થળે મોકલી દેવાયા હતા

·         પટવારીએ જણાવ્યું કે, તેમને હોટલની બહાર માત્ર રામબાઈ મળ્યા

·         દિગ્વિજયે જણાવ્યું કે, પાંચ ધારાસભ્યોને હોટલમાં બંધક બનાવી લેવાયા છે

અમારા ધારાસભ્યોને ભાજપે બંધક બનાવ્યા, અમને વિશ્વાસ છે કે સવારે બધા પાછા આવી જશેઃ દિગ્વિજય
હોટલમાં ધારાસભ્યોને ભેગા કરવાના સમાચાર મળતાની સાથે દિગ્વિજય પણ હોટલ પહોંચી ગયા હતા, પરંતુ અહીંયા તેમને કોઈ ન મળ્યું. દિગ્વિજયે જણાવ્યું કે ધારાસભ્ય બિસાહૂલાલ સાહુ, રામબાઈ, કોંગ્રેસના હરદીપ સિંહ, અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહને ભાજપે બંદી બનાવી લીધા છે. આ તમામ હોટલમાં છે અને મને હોટલમાં જવા નથી દેતા. જો કે મારી બધા ધારાસભ્યો સાથે વાત થઈ ગઈ છે, એ લોકો સવારે સાથે જ આવી જશે. મુખ્યમંત્રી કમલનાથ પણ મોડી રાત સુધી દિલ્હીમાં હાજર ધારાસભ્યો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા રહે છે.

ભાજપ નેતા ચુપ.. તમામ ધારાસભ્યોના ફોન સ્વીચ ઓફ મળ્યા
હોટલમાં હાજર ધારાસભ્યોએ ભાસ્કરે જ્યારે મોડી રાતે ફોન લગાવ્યો તો તમામના ફોન સ્વીચ ઓફ મળ્યા હતા. ભાજપ નેતાઓએ પણ આખા ઘટનાક્રમ પર મૌન ધારણ કરી લીધું છે. સૂત્રોએ જણાવ્યું કે હોટલમાં સપાના ધારાસભ્ય રાજેશ શુક્લા, ગોહદના ધારાસભ્ય રણવીર જાટવ, ગિર્રાજ દંડૌતિયા, સંજીવ કુશવાહા પણ છે. જો કે દિગ્વિજયએ તેમના નામની પુષ્ટિ કરી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post