• Home
  • News
  • કોંગ્રેસ નેતાએ કહ્યું- મોદીની હત્યા માટે તૈયાર રહો:વિવાદ થતાં કહ્યું- જે ગાંધીને માને છે, તેઓ હત્યાની વાત નથી કરતા; CMએ કહ્યું- કોંગ્રેસની માનસિકતા છત્તી થઈ ગઈ
post

વીડિયો વાઇરલ થયા પછી કોંગ્રેસી નેતાએ કહ્યું- ફ્લોમાં બોલાઈ ગયું, હત્યાની વાત નથી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 18:37:26

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા અને પુર્વ મંત્રી રાજા પટેરિયાએ એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની વાત કરી હતી. પન્નામાં યોજાયેલી આ સભામા પટેરિયાએ કહ્યું હતુ કે જો લાકશાહીને બચાવવી છે તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. હત્યાનો અર્થ હરાવવાનો છે. આ બાબતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- આ દ્વેષની પરાકાષ્ઠા છે. આ ધૃણાની અતિ છે. કોંગ્રેસની સાચી માનસિકતા છત્તી થઈ ગઈ છે. આવી વાતોને સહન કરવામાં આવશે નહીં. કાયદો તેનું કામ કરશે.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા સામે FIR નોંધાવવા માટે સૂચના આપી હતી. જે બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પટેરિયા સામે એક કેસ પન્નાના પવઇ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જો કે, પટેરિયાએ નિવેદનના વિવાદ બાદ કહ્યું હતું કે તેઓ ગાંધીના અનુયાયી છે અને ગાંધીના અનુયાયી હત્યાની વાત કરી શકે નહીં. વીડિયોનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

પહેલા જાણો પૂર્વ મંત્રીએ શું કહ્યું...
પટેરિયાનું આ નિવેદન 11 ડિસેમ્બરનું છે. તેઓ પન્ના જિલ્લાના મંડલમ ખાતે કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યાર પછી તેઓ કહે છે કે હત્યા એટલે કે હાર. હત્યા ઇન ધ સેન્સ... હરાવવા માટે તૈયાર રહો.

કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. એમાં તેઓ વડાપ્રધાન મોદીની હત્યા કરવાની વાત કરી રહ્યા છે. તેમના આ નિવેદનનો વીડિયો વાઇરલ થયો છે. જોકે વીડિયો વાઇરલ થતાં જ તેમણે યુ-ટર્ન લઈ લીધો છે. તેમણે મીડિયા રિપોર્ટમાં કહ્યું, તેમનો કહેવાનો અર્થ હતો કે આવતી ચૂંટણીમાં હવે મોદીને હરાવો. તેમણે એવું પણ કહ્યું કે વાતચીતના ફ્લોમાં તેમનાથી આવું બોલાઈ ગયું છે. બીજેપી નેતાઓએ આ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

પટેરિયાએ એક દિવસ પછી આપી સ્પષ્ટતા, કહ્યું- મારી વાત ખોટી રીતે બતાવાઈ છે
વિવાદ વધ્યા બાદ પટેરિયાએ સોમવારે સ્પષ્ટતા કરી અને એક વીડિયો જાહેર કર્યો. તેમાં કહ્યું- જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કાર્ડ વિતરણ દરમિયાનનો છે. આ વીડિયોમાં મોદીની હત્યાની જે વાત છે, તેને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યો છે. હું ગાંધીને માનનારો માણસ છું. હું આ પ્રકારની વાત ન કરી શકું.

ચૂંટણીમાં હરાવવાનો અર્થ હતો- રાજા
રાજા પટેરિયાનો વીડિયો વાઇરલ થયા પછી મીડિયા રિપોર્ટમાં તેમણે કહ્યું હતું કે તેમનો કહેવાનો અર્થ છે કે આગામી ચૂંટણીમાં બીજેપીને હરાવો. તેમણે કહ્યું હતું કે આવું ફ્લોમાં બોલાઈ ગયું, પરંતુ જેમણે આ વીડિયો રેકોર્ડ કર્યો છે તેમણે માત્ર આટલો હિસ્સો જ ઉઠાવ્યો છે. રાજાએ કહ્યું હતું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો કહેવાનો અર્થ એ નહોતો. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી- નરોત્તમ મિશ્રા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન વિશે ગૃહમંત્રી નરોત્તમ મિક્ષાએ કહ્યું હતું કે પટેરિયાનું નિવેદન મેં સાંભળ્યું, એનાથી સ્પષ્ટ થાય છે કે આ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી રહી. ઈટાલીની કોંગ્રેસ છે અને ઈટાલીની માનસિકતા મુસોલિનીની છે. રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કનૈયા કુમાર, સુશાંત ભાગ લઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે મેં એસપીને આ મુદ્દે તાત્કાલિક FIR કરવાનો આદેશ આપ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post