• Home
  • News
  • ગુજરાતમાં કોંગ્રેસની ભૂંડી હાર પરંતુ આ રાજયની જીતે આપી સંજીવની
post

ગુજરાતમાં વાગેલા હારના ઘાએ હિમાચલના ચૂંટણી પરીણામોએ આપી રાહત

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-08 17:04:46

`સિમલા: ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીના પરીણામોથી સૌથી નિરાશા કોંગ્રેસને મળી છે. ૨૦૧૭માં ૭૭ બેઠકો સાથે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સત્તા તો દૂર વિપક્ષ તરીકે પણ ઘણી વામણી પૂરવાર થઇ છે. છેલ્લી માહિતી પ્રમાણે 156 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે અથવા તો જીતી ગયા છે જયારે કોંગ્રેસ ૨૦ બેઠકો આસપાસ મેળવી રહી છે.

કોંગ્રેસને સત્તા ના મળી તેના કરતા પણ ભૂંડી હાર મળી તેની ચર્ચા વધારે ચાલે છે. જો કે કોંગ્રેસ માટે બીજા એક રાજયના ચૂંટણી પરીણામોએ સંજીવની સાબીત થયા છે. આ રાજયનું નામ હિમાચલ પ્રદેશ છે.હિમાચલપ્રદેશની ૬૮ વિધાનસભા બેઠકો માટે નવેમ્બર માસમાં ચૂંટણી યોજાઇ તેના પરીણામો પણ ગુજરાત રાજયના પરીણામો સાથે જ આવી રહયા છે. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસને ૬૮ માંથી ૩૯ બેઠકો જયારે ભાજપને ૨૬ બેઠકો મળી રહી છે અથવા તો આગળ છે.

બહુમતિ માટે ૩૫ બેઠકોની જરુરીયાત હોવાથી જો કોઇ મોટો ઉલટફેર ના થાય તો કોંગ્રેસ હિમાચલપ્રદેશમાં સત્તામાં પાછી ફરે તે નકકી જણાય છે. આમ ગુજરાતમાં વાગેલા હારના ઘાએ હિમાચલના ચૂંટણી પરીણામોએ કોંગ્રેસને રાહત પહોંચાડી છે. હિમાચલપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભાસિંહે કોંગ્રેસ સરકાર બનાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો છે.કોંગ્રેસ ૩૨ બેઠકો પર આગળ ચાલી રહી છે જયારે ૭ બેઠકો જીતી લીધી છે.

ભાજપ ૧૮ બેઠકો પર આગળ છે જયારે ૮ બેઠકો પર વિજય થયો છે. હિમાચલપ્રદેશમાં ભાજપની સરકાર હતી પરંતુ ચૂંટણી પછી કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જનાદેશને સ્વીકારી લીધો છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો અપેક્ષિત હતો. મોટે ભાગે લોકો દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. ભાજપે આ પરંપરા તૂટે અને પોતાની સરકાર યથાવત રહે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા તેમ છતાં સિલસિલો યથાવત રહયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post