• Home
  • News
  • 5 વર્ષ માટે PFI પર પ્રતિબંધ બાદ કોંગ્રેસનો સવાલ- RSS પર પ્રતિબંધ કેમ નહીં?
post

આરએસએસ દેશભરમાં હિંદુ સાંપ્રદાયિકતા ફેલાવી રહ્યું હોવાનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:42:31

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેના સહયોગીઓને ગેરકાયદેસર ઘોષિત કર્યા છે અને તેમના સૌના પર આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ મુકી દીધો છે. સરકારના આ નિર્ણયને ભાજપના નેતાઓએ પણ આવકાર્યો હતો. ત્યારે કેરળના કોંગ્રેસી સાંસદે આ ઘટનાને અનુસંધાને RSS એટલે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ કેમ ન મુકાયો તેવો સવાલ કર્યો છે. 

કોંગ્રેસી સાંસદ કોડિકુન્નીલ સુરેશે કહ્યું હતું કે, માત્ર પીએફઆઈ પર જ કેમ પ્રતિબંધ મુકાયો. આરએસએસ પર પણ પ્રતિબંધ મુકાવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, 'પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવો એ કોઈ ઉપાય નથી. અમે આરએસએસ પર પણ પ્રતિબંધ મુકવાની માગણી કરી રહ્યા છીએ. આરએસએસ દેશભરમાં હિંદુ સાંપ્રદાયિકતા ફેલાવી રહ્યું છે. પીએફઆઈ અને આરએસએસ એક જેવા છે માટે સરકારે તે બંને પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ.'

ભાજપનો પલટવાર

કોંગ્રેસી સાંસદ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મુકવાની માગણી કરવામાં આવી તેના પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં જે કહેવું જોઈે તે કહી નથી શકતું. આવી કોઈ પણ વાત માટે જે રાષ્ટ્રવિરોધી શક્તિઓને મદદ કરવા માટેની હોય તેમાં ખુલીને સામે આવે છે. હું એટલું જ કહીશ કે, રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post