• Home
  • News
  • મોરબી જિલ્લામાં કૉંગ્રેસનો સફાયો:2017માં તમામ ત્રણ બેઠક જીતનાર કૉંગ્રેસ 2022માં એકપણ બેઠક મેળવી ન શકી, મોરબી, વાકાનેર અને ટંકારા બેઠક પર કેસરિયો છવાયો
post

મોરબી બેઠક પર કાંતિ અમૃતિયાની જીત, ટંકારા બેઠક પર દુર્લભજી દેથરિયાની જીત,વાંકાનેર બેઠક પર જીતુ સોમાણીની જીત

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-08 17:37:12

મોરબી જિલ્લામાં ત્રણેય બેઠક પર કેસરિયો છવાયો છે. ટંકારા બેઠક પર કૉંગ્રેસના લલિત કગથરા અને વાંકાનેર બેઠક પર જાવીદ પીરજાદાએ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, 2017માં અહીં ભાજપ ખાતું પણ ખોલાવી શકી ન હતી. મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે અહીં જીત મેળવી હતી. હાલમાં કૉંગ્રેસ પાસે વાંકાનેર અને ટંકારા બેઠક હતી તે પણ કૉંગ્રેસ જાળવી શકી નથી.

જિલ્લાની ત્રણ બેઠક પર સરેરાશ 70 ટકા મતદાન થયું
મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક પર કુલ 8 લાખ 17 હજાર 761 મતદારો નોંધાયેલા છએ. જેમાંના 5 લાખ 72 હજાર 30 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની ત્રણ બેઠકો પર 2017માં સરેરાશ 73.66 ટકા મતદાન નોંધાયું હતું. 2022માં 69.95 ટકા મતદાન નોંધાયું છે એટલે કે, 3.71 ટકાનો ઘટાડો નોંધાયો છે.બેઠક વાઈઝ 2017 અને 2022માં નોંધાયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠક

2017

2022

મોરબી

71.44%

67.16%

ટંકારા

74.50%

71.18%

વાંકાનેર

74.89%

71.70%

 

કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

 

મોરબી
મોરબી બેઠક પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા. અહીં ભાજપે સીટીંગ MLA બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા હતા. તો કૉંગ્રેસે જયંતી પટેલ અને આમ આદમી પાર્ટીએ પંકજ રાણસરીયાને ટિકિટ આપી હતી.

 

ટંકારા
ટંકારા બેઠક પર 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે અહીં 30 વર્ષ બાદ કૉંગ્રેસની જીત થઈ હતી. કૉંગ્રેસમાંથી અહીં લલિત કગથરા ધારાસભ્ય બન્યા હતા. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે કગથરાને રિપિટ કર્યા. તો ભાજપે અહીં દુર્લભજી દેથરિયા અને આમ આદમી પાર્ટીએ સંજય ભટાસણાને ટિકિટ આપી હતી.

વાંકાનેર
અહીં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠક પર કૉંગ્રેસના જાવેદ પીરજાદા 2007થી સતત જીત મેળવતા આવતા હતા. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે જાવેદ પીરજાદાને રિપિટ કર્યા હતા તો ભાજપે જીતુ સોમાણીને અને આમ આદમી પાર્ટીએ વિક્રમ સોરાણીને મેદાનમાં ઉતાર્યા હતા.

2017માં જિલ્લાની 5 બેઠકોની સ્થિતિ
2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મોરબીની ત્રણ બેઠકો પર ભાજપનો સફાયો થયો હતો. અહીંની ત્રણેય બેઠકો કૉંગ્રેસ જીતી હતી. જો કે, મોરબી બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી. મેરજાની અહીંથી જીત થઈ હતી બાદમાં મંત્રી પણ બન્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post