• Home
  • News
  • કોરોનાથી રેલવેને 24500 કરોડનું નુકસાન થયું, 13 હજાર ટ્રેનોમાંથી ફક્ત 230 જ ચાલી રહી છે
post

પ્રવાસીઓથી રોજ 153 કરોડ રૂપિયા મળતા હતા, હવે ફક્ત 22 કરોડ મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 10:25:42

નવી દિલ્હી: કોરોના સંકટને લીધે રેલવેને આશરે 24,717 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. પેસેન્જર ટ્રેનો બંધ હોવા તથા માલવહનમાં ઘટાડો થવાને કારણે આટલું નુકસાન થયું હતું. પેસેન્જર ટ્રેનો ન ચાલવાથી 12 ઓગસ્ટ સુધી આશરે 18,399 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. રેલવેએ 22 માર્ચે તમામ 13 હજારથી વધુ ટ્રેનો રદ કરી હતી, જે 12 ઓગસ્ટ સુધી દોડી નહીં શકે. હાલ ફક્ત 230 સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે. મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસોની તુલનાએ 2 ટકાથી પણ ઓછી રહી ગઈ છે. 

મુસાફરોથી થતી આવક સામાન્ય દિવસોની તુલનાએ 86 ટકા સુધી ઘટી ગઈ છે. ગત ત્રણ મહિનામાં માલવહન ઓછું થવાને લીધે 6,318 કરોડ રૂપિયાનું નુકસાન થયું. રેલવે અગાઉ રોજ આશરે 8 હજાર માલગાડીઓ ઓપરેટ કરતું હતું. રેલવે બોર્ડના સભ્ય(યાતાયાત) પી.કે.મિશ્રાએ જણાવ્યું કે 2019ની તુલનાએ ગત મહિને આશરે 80 ટકા સુધી માલવહન થયું. એટલે કે કોરોના કાળમાં માલવહનમાં 20 ટકાનું નુકસાન થયું. 

કોરોના સંકટમાં યાત્રીઓની સંખ્યા 2%થી ઓછી રહી

કોરોના કાળ

પહેલાં

હવે

મુસાફર ટ્રેન

13 હજાર

230

માલગાડી

8 હજાર

7 હજાર

મુસાફર

2.30 કરોડ

3.56 લાખ

મુસાફર આવક

153 કરોડ

22 કરોડ

માલવહન આવક

351 કરોડ

281 કરોડ

વર્ષ દરમિયાન રેલવેને ક્યાંથી કેટલી આવક

વિગત

આવક કરોડ રૂપિયામાં

મુસાફર

56,000

માલવહન

1,28,422

પાર્સલ સેવા

6000

અન્ય સ્ત્રોત

9000

રેલવે વર્ષ દરમિયાન ક્યાં કેટલો ખર્ચ કરે છે 

વિગત

ખર્ચ કરોડ રૂપિયામાં

પગાર-પેન્શન

1,35,354

ડીઝલ-વીજળી

28,780

મેન્ટેનન્સ

9347

અન્ય

11,689

 

adv

Related News

post
post
post
post
post
post
post