• Home
  • News
  • ભારતમાં કોરોનાથી મોતનો આંકડો 3 લાખને પાર, માત્ર 26 દિવસમાં 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
post

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટતા જાય છે પણ મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ-19થી 24 કલાકમાં 4454 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ કોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3 લાખને પાર કરી ગયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-24 09:59:20

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટતા જાય છે પણ મોતનો આંકડો  ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ-19થી 24 કલાકમાં 4454 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ કોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3 લાખને પાર કરી ગયો છે. એક દિવસમાં કોરોનાના નવા 2.22 લાખ નવા કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ
ભારતીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 2,22,315 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,67,52,447 પર પહોંચી ગયો છે જેમાંથી 2,37,28,011 દર્દીઓ રિકવર થઈ ગયા છે જ્યારે  27,20,716  લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 4454 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 3,03,720 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ કુલ 19,60,51,962 લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ છે. 24 કલાકમાં કોરોનાથી 3,02,544 લોકો રિકવર પણ થયા છે. 

કોરોનાથી 3 લાખ મોતવાળો ભારત ત્રીજો દેશ બન્યો
આ સાથે જ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં કોવિડ-19થી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો હવે 3 લાખને પાર ગયો છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,03,720  લોકોના જીવ ગયા છે. 

ફક્ત 26 દિવસમાં થયા એક લાખથી વધુ મોત
ભારતમાં છેલ્લા એક મહિનામાં કોવિડ-19થી થનારા મોતમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા 26 દિવસમાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં 28 એપ્રિલના રોજ મોતનો આંકડો 2 લાખ હતો અને હવે 26 દિવસ બાદ આ આંકડો 3 લાખને પાર ગયો છે. 

એક દિવસમાં 19 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 19,28,127 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ 33,05,36,064 કોરોના ટેસ્ટ કરાયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post