• Home
  • News
  • અખબાર, દૂધના પેકેટ અથવા ડોરબેલને સ્પર્શવાથી કોરોના ફેલાતો નથી : ડોક્ટર
post

એઈમ્સના ડોક્ટરોના જણાવ્યા મુજબ કોરોના અખબાર વાંચવાથી ફેલાતો નથી. આ ચેપ માણસમાંથી માણસમાં ફેલાય છે. લોકોએ હાથ સતત ધોઈ સ્વચ્છતા જાળવવાની જરૂર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:37:20

અમદાવાદઃ એઇમ્સ ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ વાઈરસ દૂધનાં પેકેટ, ડોરબેલ અને અખબાર જેવી વસ્તુથી નહિ માત્ર માણસથી જ ફેલાય છે. હજુ સુધી દેશમાં એવી સ્થિતિ પેદા નથી થઇ કે દરેક વસ્તુ પર કોરોનાનો વાઈરસ હોય. એટલા માટે કારણ વિના ભ્રમ ઊભો થાય તેવી સ્થિતિ પેદા ન કરો. આ વાઈરસ ઇન્ફેક્શનગ્રસ્ત વ્યક્તિની છીંક અને ખાંસી ખાવાથી ફેલાય છે, માટે ઇન્ફેક્શનગ્રસ્ત વ્યક્તિથી અંતર બનાવવાની જરૂર છે. આવી વ્યક્તિની છીંક અને ખાંસીથી ફેલાતા ડ્રોપલેટ્સનાં સંપર્કમાં આવવાથી બચવું જોઇએ. તેમજ તમારા હાથ વારંવાર સાબુના પાણી કે સેનિટાઇઝરથી ધોવા જોઇએ.

હાથ વારંવાર ધોવાની જરૂર
કોરોનાથી બચાવ પર ધ્યાન આપવાનો અર્થ એ છે કે, અફવાઓ પર ધ્યાન ન આપે, અને વાઈરસ પર અત્યાર સુધી થયેલી સ્ટડી મુજબ, સોફ્ટ સરફેસ પર ચારથી નવ દિવસ સુધી જ રહી શકે છે. જે તે વાત પર નિર્ભર કરે છે કે ત્યાંનું તાપમાન અને ભેજનું પ્રમાણ કેટલું છે. આ વાઈરસ ચારથી 10 કલાક સુધી જ જીવતો રહી શકે છે. એટલા માટે વારંવાર હાથ ધોવાની જરૂર છે. ડોક્ટરે જણાવ્યું કે, સામાન્ય માણસ એક કલાકમાં ઓછામાં ઓછો 23થી 25 વાર ચહેરાને અડકે છે. આ કારણથી જ વાઈરસને રોકવા માટે હાથની સફાઇ સૌથી વધુ મહત્ત્વની છે.

 

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post