• Home
  • News
  • માર્ચમાં જીએસટીનું લક્ષ્ય 1.20 લાખ કરોડ હતું, જે 33% ઘટવાની આશંકા
post

હવે માર્ચમાં 40 હજાર કરોડ રૂ. ઘટતાં 11.56 કરોડ રૂ. જ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 11:11:09

મુંબઇ: લૉકડાઉનથી કેન્દ્ર સરકારનું ચાલુ મહિનાનું (માર્ચનું) જીએસટી કલેક્શન ટાર્ગેટથી અંદાજે 40 હજાર કરોડ રૂ. ઓછું રહી શકે છે. કેન્દ્રએ માર્ચ માટે 1.20 લાખ કરોડ રૂ.નો જીએસટી કલેક્શન ટાર્ગેટ રાખ્યો હતો પણ નિષ્ણાતોનો અંદાજ છે કે હવે તેમાં એક તૃતીયાંશ ઘટાડો થઇ શકે છે. એ. કે. બત્રા એન્ડ એસોસિએટ્સના અશોક બત્રાએ જણાવ્યું કે મારો અંદાજ છે કે સરકારનું માર્ચનું જીએસટી કલેક્શન 80 હજાર કરોડ રૂ. જેટલું રહી શકે છે. નિષ્ણાતોનો એવો પણ અંદાજ છે કે પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન 75% ઘટવાથી કેન્દ્રને 20 હજાર કરોડ રૂ. ઓછા મળશે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટવાથી રાજ્ય સરકારોને પણ વેટના રૂપમાં 20 હજાર કરોડ રૂ.નું નુકસાન જશે. સરકારે 13.48 લાખ કરોડ રૂ.નો સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીના કલેક્શનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેનાથી તે પહેલેથી જ ઘણી પાછળ છે. ફેબ્રુઆરી સુધીમાં તેને માત્ર 10.76 લાખ કરોડ રૂ. જ મળ્યા છે. માર્ચમાં 1.20 લાખ કરોડ રૂ. સાથે તેને 11.96 લાખ કરોડ રૂ. જ મળત. હવે માર્ચમાં 40 હજાર કરોડ રૂ. ઘટતાં 11.56 કરોડ રૂ. જ મળશે. 


લૉકડાઉનની માર્ચ કરતાં વધુ અસર એપ્રિલમાં દેખાશે એવો નિષ્ણાતોનો મત
સેમકો સિક્યોરિટીઝના રિસર્ચ હેડ ઉમેશ મહેતાનું કહેવું છે કે લૉકડાઉન બાદ જે રીતે વેપાર-ધંધા થંભી ગયા છે તેના કારણે જીએસટી કલેક્શન 40% સુધી ઘટી શકે છે. એપ્રિલમાં તેની અસર વધુ વ્યાપક રહેશે, કેમ કે માર્ચના પ્રથમ પખવાડિયા સુધી વેપાર-ધંધા રાબેતા મુજબ હતા.

આ સેક્ટર્સ પર સૌથી વધુ અસર
એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ, રિફાઇનરીઝ અને પેટ્રોલ આઉટલેટ્સ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post