• Home
  • News
  • આણંદમાં 6 તો બનાસકાંઠામાં 4 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 791 પોઝિટિવ દર્દી, બોટાદમાં વૃદ્ધના મોત સાથે કુલ મૃત્યાંક 34 થયો
post

સૌથી વધુ કેસ અમદાવાદમાં 450 અને વડોદરામાં 121

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 10:11:07

ગાંધીનગર: રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે આણંદમાં 6 અને બનાસકાંઠામાં 4 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 792એ પહોંચી છે. જ્યારે બોટાદના પ્રથમ પોઝિટિવ કેસનું મોત નીપજતા કુલ મૃત્યાંક 34એ પહોંચ્યો છે. નોંધનીય છેકે, રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેસ રિલિઝમાં રાજ્યના બુધવાર સાંજ સુધીના 766 પોઝિટિવ કેસ કહ્યાં છે, જેમાં વડોદરામાં 121 અને સુરતમાં 51 કેસ બતાવવામાં આવ્યા છે, પરંતુ સુરત મનપા કમિશનર પ્રમાણે સુરતમાં કુલ 64 દર્દી છે, જ્યારે વડોદરા મનપા કમિશનર મુજબ વડોદરામાં 124 પોઝિટિવ દર્દી છે. એ પ્રમાણે બુધવાર સાંજ સુધીમાં 781 કેસ નોંધાયા હતા અને જે વધીને હવે 791 થયા છે. 

કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન

> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.

> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.

> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું

> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.

> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.

> જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.

રાજ્યમાં 791 પોઝિટિવ કેસ, 34 મોત અને 64 ડિસ્ચાર્જ

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

450

16

17

વડોદરા

124

05

07

સુરત 

63

05

09

ભાવનગર

26

03

07

રાજકોટ

24

00

08

ગાંધીનગર

16

01

08

પાટણ

14

01

04

ભરૂચ

13

00

00

આણંદ

23

00

00

પંચમહાલ

05

01

00

છોટાઉદેપુર

05

00

00

કચ્છ

04

01

00

મહેસાણા

04

00

00

પોરબંદર

03

00

03

ગીર-સોમનાથ

02

00

01

દાહોદ

02

00

00

બનાસકાંઠા

06

00

00

જામનગર

01

01

00

મોરબી

01

00

00

સાબરકાંઠા

01

00

00

બોટાદ

01

01

00

ખેડા

01

00

00

નર્મદા

02

00

00

કુલ 

791

34

64


મુખ્યમંત્રી સેલ્ફ આઈસોલેટ
ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે  CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદીન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર પણ આઇસોલેશનમાં છે.

કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,મીટિંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે. સંક્રમણ ના થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સીએમ અને ખેડાવાલા વચ્ચે મીટિંગમાં 15થી 20 ફૂટનું અંતર હતુ. મીટિંગ પણ લાબી ચાલી નથી. એક્સ્પોઝર થયું નથી. અમદાવાદના કોટ વિસ્તારમાં સંખ્યા ન વધે તે માટે નિર્ણય લેવા બોલાવાયા હતાં. આજે ડો. આર કે પટેલ અને ડો અતુલ પટેલે આરોગ્યનું પરીક્ષણ કર્યું છે. સીએમ સ્વસ્થ છે. બપોરે ચાર વાગ્યે મળનારી કેબિનેટની મિટિંગમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપશે. આ પહેલાના બે બુધવારે વિડિયોના માધ્યમથી કોન્ફરન્સ થઇ હતી. અક અઠવાડિયું સીએમ કોઇની સાથે મુલાકાત નહીં કરે. આધુનિક સાધનોથી સીએમ બધાની સાથે સંપર્ક કરી કામ કરશે. આજની કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post