• Home
  • News
  • રિપોર્ટમાં દાવો: ભારતની સ્થિતિ ઈટાલીથી એક મહિનો અને અમેરિકાથી માત્ર 15 દિવસ દૂર
post

દેશમાં જીડીપીના માત્ર 1.6 ટકા સ્વાસ્થય સુવિધાઓ પર ખર્ચ થાય છે, ભારતમાં ઈન્ટેસિવ કેર યુનિટમાં એક લાખ પથારીઓ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-21 12:01:11

નવી દિલ્હી: હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપછી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી રહી છે. ઘટતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી 15 દિવસ જ દૂર છે. હકીકતમાં ચીનના પડોશી દેશ હોવાના છતા વિશાય એશિયાઈ દેશોમાં લોકોનું આવાગમન સીમિત છે. ઈરાન-ઈટાલી જેવા દેશોમાં પણ લોકોનું આવાગમન ઓછું છે. આ દેશોમાં ચીન પછી બહુ ઝડપથી વાઈરસ ફેલાઈ રહ્યો છે.

ધી ઈકોનોમિસ્ટે કોરોનાના કારણે દુનિયા પર પડતા આર્થિક પ્રભાવનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. મેગેઝિનમાં લખ્યું છે કે, ભારતમાં ઓછી સંખ્યામાં પોઝિટિવ કેસ હોવાના કારણે સાચી સ્થિતિ સામે નથી આવી રહી.

વધારે સાવધાની રાખવાની જરૂર
કેન્દ્ર અને રાજ્ય સરકાર ઝડપથી પગલાં લઈ રહી છે. વુહાન, તેહરાન, મિલાનમાં ફસાયેલા હજારો ભારતીય લોકોને દેશ લાવવામાં આવી રહ્યા છે. ટેલિવિઝન ચેનલ અને 90 કરોડથી વધારે મોબાઈલ ફોન પર કોરોનાથી સાવધાની રાખવા માટે સતત મેસેજ ચાલુ રાખવામાં આવી રહ્યા છે. સારી સુવિધાઓથી સજ્જ કેરળે ખૂબ સારુ ઉદાહરણ રજૂ કર્યું છે. અહીં સ્વયંસેવકો લોકોને મફતમા જમવાનું પહોંચાડી રહ્યા છે. કેરળે 2018માં નિપાહ વાઈરસને પણ ટક્કર આપી હતી. તે સમયે એક પરિવારથી 1000 લોકોને ઈન્ફેક્શન થયું હતું. જોકે દરેક રાજ્યોમાં આવી સ્થિતિ નથી. રાજ્યોની સીમા પર લોકોનું સ્ક્રીનિંગ માત્ર તાપમાન માપવા સુધી જ છે. એક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિ પેરાસિટામોલથી તાવને નિયંત્રણમાં રાખીને આગળ જઈ શકે છે. સ્વાસ્થય અધિકારીઓનું કહેવું છે કે, વિદેશથી આવતા લોકોની તપાસ કરીને વાઈરસને ફેલાતો રોકી શકાય છે.

ભારતમાં ઓછી સુવિધાઓ ચિંતાજનક
ઘણાં લોકો દેશમાં ટેસ્ટિંગ કિટ ઓછી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ભારતમાં 18 માર્ચ સુધી 12 હજારથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતની સરખામણીએ ખૂબ ઓછી વસ્તીવાળા દક્ષિણ કોરિયામાં બે લાખ 70 હજાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. પ્રિસ્ટંન યુનિવર્સિટીના રમનન લક્ષ્મીનારાયણના જણાવ્યા પ્રમાણે- મને શંકા છે કે, જો અમારા ત્યાં 20 ગણાથી વધારે ટેસ્ટ થતાં તો 20 ગણા કરતા વધારે કેસ સામે આવતા. જો કોરોના વાઈરસ ભારતમાં વધી ગયો તો તેની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ અલગ હશે. આ સ્થિતિમાં ભારત અમેરિકા કરતાં બે સપ્તાહ પાછળ અને ઈટાલીથી એક મહિનો જ પાછળ છે. દેશની અપર્યાપ્ત સ્વાસ્થય સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભારતની સ્થિતિ ચિંતાજનક થઈ શકે છે. પાછલા વર્ષોમાં દેશ જીડીપીના માત્ર 1.6% સ્વાસ્થય સુવિધાઓ પર ખર્ચ થઈ રહ્યા છે. ભારતમાં ઈન્ટેસિવ કેર યુનિટમાં એક લાખ પથારીઓ છે. તેમાં વર્ષે 50 લાખ લોકો દાખલ થાય છે. સંકટની સ્થિતિમાં દર મહિના આટલા લોકો માટે આ સુવિધાની જરૂર પડશે.

મોટા ભાગના લોકો કામ છોડવા કે વર્ક ફ્રોમ હોમ કરવાની સ્થિતિમાં નથી
ફેફસાને પ્રભાવિત કરતી આ બીમારીને ટક્કર આપવા માટે અત્યારે જનતા પણ તૈયાર નથી. વાયુ પ્રદુષણ અને ટીબી જેવી બીમારીના મોટી સંખ્યામાં દર્દીઓ હોવાના કારણે અહીંની સ્થિતિ ઠીક નથી. દુનિયાના 49 ટકા ડાયાબિટીઝ પીડિત ભારતમાં છે. ગરીબીના કારણે મોટી સંખ્યામાં લોકો કામ છોડવા કે ઘરેથી કામ કરવાની સ્થિતિમાં નથી. અહીં 16 કરોડ લોકોને ચોખ્ખું પાણી પીવાની સમસ્યા છે. લોકોને આશા છે કે ભીષણ ગરમીથી કોરોના વાઈરસનું ઈન્ફેક્શન રોકાશે. અમુક બિમારીઓ વિશે તો કઈક કહી શકાય પરંતુ કોરોના વિશે કશું કહી શકાય એમ નથી.

 

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચીનનો જીડીપી પહેલાંથી 10થી 20 ટકા ઘટી
એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે, નિષ્ણાતોએ જે પ્રમાણે આશંકા વ્યક્ત કરી હતી, વિશ્વની અર્થવ્યવસ્થા તેના કરતા વધારે ખરાબ થઈ ગઈ છે. એક વર્ષ પહેલાની સરખામણીએ ચીનનો વિકાસ દર (જીડીપી) જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં 10થી 20 ટકા ઘટી ગયો છે. વાઈરસ ફેલાતો જ રહેશે તો અમેરિકા, યુરોપમાં પણ આ સ્થિતિ આવી શકે છે. ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન 13.5 ટકા ઘટી ગયું છે. રિટેલ વેચાણ 20.5 ટકા ઘટ્યું છે. મશીનીરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ 24 ટકા ઘટ્યું છે. આ ઘટાડો પૂર્વાનુમાન કરતા 6 ગણી વધારે છે.
 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post