• Home
  • News
  • કોરોના સંક્રમિત સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ, ટ્વિટ કરીને આપી માહિતી
post

સચિને તેમના ટ્વિટમાં આગળ કહ્યું કે વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારી સાથીઓને શુભેચ્છા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-02 11:55:18

કોરોના વાઈરસથી સંક્રમિત ક્રિકેટર સચિન તેંડુલકર આજે સવારે હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે જાતે જ આ માહિતી ટ્વિટ કરીને આપી છે. નોંધનીય છે કે, સચિન 27 માર્ચના રોજ કોરોના સંક્રમિત થયા હતા.

સચિને તેમના ટ્વિટમાં આગળ કહ્યું કે વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારી સાથીઓને શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2011એ ભારતે બીજી વખત વિશ્વ કપ પર કબ્જો કર્યો હતો. 1983 પછી આ બીજી તક હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

27 માર્ચે થયા હતા કોરોના સંક્રમિત
સચિન તેંડુલકર 27 માર્ચે કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી. કોરોના પોઝિટિવ આવ્યા પછી સચિન તેંડુલકરે કહ્યું કે તેઓ પોતે હોમ ક્વારનટીન થયા છે. આ સિવાય તેઓ જરૂરી મહામારી સાથે સંબધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડોક્ટરની સલાહનો અમલ કરી રહ્યાં છે. સચિન કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના સમગ્ર પરિવારનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જોકે પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post