• Home
  • News
  • બાળકોમાં કોરોનાનો કહેર:ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના ડૂંગરપુરમાં કોરોનાથી 255 બાળકો સંક્રમિત, દૌસામાં 341 બાળકો સંક્રમિત
post

બાળકોના માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યાં હોવાથી બાળકોમાં પણ કોરોનાનું પ્રમાણ વધ્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-24 11:57:16

કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતાથી લોકો હેરાન છે. આ પાછળનું મોટુ કારણ એ છે કે ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાળકોને થવાની છે. રાજસ્થાનના બે જિલ્લાઓમાં બાળકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છે. દૌસા અને ડૂંગરપુરમાં બાળકોમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. દૌસા અને ડૂંગરપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 600થી વધ બાળકો સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે ડૂંગરપુર ગુજરાતની નજીક આવેલું છે.

રાજસ્થાનમાં કોરોના મહામારીથી બાળકો સંક્રમિત થવા લાગ્યા છે. ત્રીજી લહેરને લઈને જેવી શકયતા હતી, તેવુ જ થવા લાગ્યું છે. કોરોનાનું સંક્રમણ હવે બાળકોમાં થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજસ્થાનમાં કોરોનાથી લગભગ 600 બાળકો સંક્રમિત થયા છે.

પિતાનું મૃત્યુ, બે બાળકીઓ સંક્રમિત
દૌસામાં સિકરાયના એક ગામમાં બે બાળકીઓ(એકની ઉંમર 9 વર્ષ છે, બીજાના ઉંમર 10 વર્ષ છે) કોરોનાથી સંક્રમિત થયા છે. આ બંનેના પિતા કોવિડ પોઝિટિવ હતા, તેમનુ નિધન થઈ ચૂક્યું છે, જોકે તે પછી કોરોનાથી બંને બાળકીઓ સંક્રમિત થઈ છે. આ જ રીતે દૌસામાં એક બે વર્ષનો બાળક કોરોના પોઝિટિવ થયો છે.

બે જિલ્લામાં લગભગ 600 બાળકો સંક્રમિત
સ્વાસ્થ્ય વિભાગનું માનીએ તો એકલા દૌસામાં 1 મેથી 21 મેની વચ્ચે 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોવિડ પોઝિટિવ થયા છે. જે સ્થિતિ દૌસાની છે, તેવી જ કઈક સ્થિતિ ડૂંગરપૂરની પણ છે. ડૂંગરપુરમાં પણ બાળકો ઝડપથી કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. ડૂંગરપુરમાં 12 મેથી લઈને 22 મે સુધીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 255 બાળકો સંક્રમિત થયા છે.

કલેક્ટરે વાતને નકારી, CMOએ સ્વીકારી
જોકે ડૂંગરપુરના કલેક્ટર સરેશ કુમાર ઓલા કહી રહ્યાં છે કે તેમના જિલ્લામાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ બિલકુલ સામાન્ય છે. બાળકોના માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. આ કારણે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે તેની સંખ્યા ઓછી છે, જોકે કલેક્ટરની વાતને સીએમઓએ ફગાવી છે.

ડૂંગરપૂરના સીએમઓ રાજેશ શર્મા જણાવે છે કે છેલ્લા 10 દિવસમાં અઢીસોથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે. સારી વાત માત્ર એટલી જ છે કે કોવિડના પગલે કોઈ બાળકના મૃત્યુના સમાચાર નથી. જોકે ખતરો તો ખતરો જ છે અને કોવિડ એ એવી બીમારી છે કે તે એક વખત કોઈને થઈ ગયા પછી કઈ કહી ન શકાય.

ઉલ્લેખનીય છે કે પહેલેથી દેશના વૈજ્ઞાનિકોએ શકયતા વ્યક્ત કરી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે, તેમાં એવી પણ વાત કહેવામાં આવી હતી કે ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે. હાલ રાજસ્થાનની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની કદાચ એન્ટ્રી થઈ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post