• Home
  • News
  • કોરોના શરીરમાં 14 દિવસ રહે છે, એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી સાવધાની રાખશો તો વાઇરસના ચેપની કડી તૂટી જશે
post

આ સમાચારમાં ભીડથી દૂર બતાવાયેલા લોકો કોરોનાથી સુરક્ષિત છે. તમને અપીલ છે કે ભીડથી દૂર રહો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:40:39

કોરોના વાઇરસની વેક્સિનેશન તો હાલ વિશ્વમાં ઉપલબ્ધ નથી પરંતુ તેને નિયંત્રણમાં રાખવા અને ફેલાતો અટકાવવા માટેના પગલાઓને પ્રાથમિકતા આપવી જોઇએ. કારણ કે કોરોના વાઇરસ માનવ શરીરમાં હોય તો પણ વ્યક્તિને 14 દિવસ સુધી પોતે ઇન્ફેક્ટેડ છે તેની જાણ થતી નથી. તેથી હાલની પરિસ્થિતિને જોતા એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી સાવધાની રાખવી જરૂરી છે. જેથી ચેપને ફેલાવતો રોકી શકાય. ભરૂચ શહેરમાં શાળા- કોલેજો, આંગણવાડીઓ,જીમ- ફિટનેશ સ્ટૂડિયો મોલ, મલ્ટી પ્લેક્ષ સહિત બાગ-બગીચાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો. જાહેરમાં થૂંકવા પર દંડની જોગવાઇ કરી, હવે શનિવારથી ભરૂચ શહેરમાં પણ 144 કલમ લાગુ કરી દીધી છે.

કોરોનાના ચેપને દેશમાં ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવો
નગરજનો મુઝાય છે કે આ એકમો બે અઠવાડિયા માટે જ કેમ બંધ કરાવ્યા. તેનો જવાબ છે, કોરોનાના ચેપને દેશમાં ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવા. કોરોના વાઇરસ માનવ શરીરમાં 14 દિવસનુંએક જીવન સર્કલ પૂરૂ કરે છે. તે બાદ તે નાશ પામે છે. આજે 22 માર્ચ છે. જો એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં જો નવા કોરોના પોઝેટિવના કેસ સામે ન આવે તો કોરોનાનો ચેપ આગળના સ્ટેજમાં પ્રવેશી ન શકે. જો આ બે અઠવાડિયા દરમિયાન નાગરિકો કે વહીવટી તંત્રએ કોઇ પણ લાપરવાહી બતાવી તો કોરોના વાઇરસ તેના ત્રીજા તબક્કામાં પ્રવેશશે ત્યાર બાદ તેના પર કાબૂ મેળવવો ઘણો જ મુશ્કેલ બનશે. કોરોનાની ઝપેટમાં સમગ્ર દેશ આવી જશે. વહીવટી તંત્રની ગાઇડલાઇનનો ગંભીરતાથી પાલન કરવું અને જાગૃત નાગરીકની ફરજ સમજી આસપાસના કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની માહિતી રાખે.

ભરૂચ સહિતના શહેરોમાં ગુજરાતે સતર્ક રહેવની જરૂર છે. કારણ કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ રાજ્યોમાંથી માલસામાન અને લોકોની અવર જવરનું પ્રમાણ વધુ છે. જોકે ભરૂચ એસટી વિભાગે આંતર રાજ્યમાં બસની ટ્રીપોને રદ કરી છે.

ગુજરાતમાં હાલ કોરોના સ્ટેજ-2  પર પહોચ્યો છે
ગુજરાત સહિત દેશના રાજ્યોમાં હાલ કોરોના વાઇરસ બીજા સ્ટેજમાં પહોચ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચના મતાનુસાર હજી વાઇરસનો કમ્યૂનિટી ટ્રાન્સમિશન (લોકો-લોકો વચ્ચે ચેપ પ્રસરવો) શરૂ થયું નથી. કોરોનાને ત્રીજા સ્ટેજમાં ન ફેલાય તેવા પ્રયાસ છે. કોરોના વાઇરસના 4 સ્ટેજ સમજવા જેવા છે.

·         સ્ટેજ -લોકો કોરોના સંક્રમિત થાય છે. એવા લોકો જેમણે વિદેશ યાત્રા કરી હોય. આ કેટલાક લોકો સુધી જ સિમિત હોય છે.

·         સ્ટેજ -હવે કોરોના એકદમ નજીકના લોકોમાં ફેલાય છે. ચેપ કોના દ્વારા ફેલાયો છે, તેની જાણ સ્ટેજ -2માં થાય છે. ગુજરાતમાં હાલમાં કોરોના બીજા સ્ટેજમાં છે.

·         સ્ટેજ -3 સંક્રમિત વ્યક્તિ ઘરની બહાર ફરે અને સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવે તો પછી તે ક્રમશઃ સમગ્ર સમાજમાં ફેલાવાનો શરૂ થઇ જાય છે. વાઇરસ ક્યાંથી ક્યારે શરીરમાં ઘૂસા ગયો તેની દર્દીને પણ જાણ થતી નથી. 

·         સ્ટેજ -4 ઇટાલી, સ્પેન, ઇરાન જેવા દેશોમાં સ્ટેજ 4ની પરિસ્થિતિ છે. જ્યા કોરોના મહામારીનો સ્વરૂપ લઇ ચુકી છે. ત્યાં કોરોના ક્યારે કંટ્રોલમાં આવશે તે નિશ્ચિત નથી. 

વૈજ્ઞાનિકો પાસે ગરમી(તાપમાન)ની કોરોના(કોવીડ-19) વાઇરસ પર કેવી અસર થાય છે તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી નથી. હાલમાં સૌ શરીરને ગરમ અને તાડકામાં રહેવાનું જણાવી રહ્યા છે. જોકે કોરોનાના વાઇરસને 37 ડીગ્રી સે. તાપમાનમાં પણ માનવ શરીરમાં જીવતો રહી શકે છે.

ઇટલીમાં 47 હજાર લોકો કોરોનાની ઝપેટમાં છે. જેમાંથી4,032 લોકોનું મૃત્યુ થયું છે. ઇટલીએ જીવન કરતાં આજીવિકાની વસ્તુઓ પર વધુ ધ્યાન આપ્યું. દેશને લોકડાઉન કરવામાં સમય લીધો જેના કારણે ત્યાં મૃત્યુંઆંક ચીનથી પણ વધી ગયો છે. ચીનમાં 81 હજાર કોરોના પોઝિટીવ કેસમાંથી 3,255 લોકોનું મોત થયું છે. ચીનના વુહાન શહેરમાં કોરોના ફેલાયાના ન્યૂઝ આવતા જ લોકડાઉન જાહેર કર્યું હતુ. જેના કારણે હાલ ચીનમાં કોરોનાને કંટ્રોલમાં કરાયું છે છેલ્લા ત્રણ દિવસમાં એક પણ નવો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post