• Home
  • News
  • કોરોનાના નવા કેસમાં આજે પણ ઘટાડો, 3400થી વધુ લોકોના મોત
post

દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી ક્રમશ નવા કેસમાં ઘટાડો જોતા હવે આગળના દિવસોમાં રાહત મળે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-03 10:22:15

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી ક્રમશ નવા કેસમાં ઘટાડો જોતા હવે આગળના દિવસોમાં રાહત મળે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.68 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3417 લોકોના કોરોનાથી મોત થયા છે. 

24 કલાકમાં 3.68 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,68,147 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,99,25,604 પર પહોંચ્યો છે. જેમાંથી 16,29,3003 દર્દી રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 34,13,642 લોકો સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,00,732 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 3417 લોકોના કોરોનાથી મોત થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 15,71,98,207 લોકોનું રસીકરણ કરાયું છે. 

ઘટી રહ્યા છે કેસ!
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોના કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે કોરોનાએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી હતી અને એક જ દિવસમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,993 દર્દીઓ નોંધાયા હતા. 

જો કે ઉત્તર પ્રદેશમાં ભયજનક સ્થિતિ
ઉત્તર પ્રદેશમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 30983 કેસ નોંધાયા છે. જ્યારે 36650 લોકો રિકવર પણ થયા છે. એક જ દિવસમાં યુપીમાં કોરોનાએ 290 દર્દીનો ભોગ લીધો છે. 

ગુજરાતમાં જોવા મળ્યો નવા કેસમાં ઘટાડો
રાજ્યના આરોગ્ય વિભાગે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં 12978 નવા કેસ નોંધાયા. જ્યારે 11146 દર્દી રિકવર થયા. 24 કલાકમાં કોરોનાએ 153 લોકોનો ભોગ લીધો. અમદાવાદમાં સૌથી વધુ 4744, સુરતમાં 1883 નવા કેસ નોંધાયા છે. આમ છેલ્લા એક બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ રાજ્યમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post