• Home
  • News
  • આ રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની, આખરે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
post

સતત વધતા કેસના પગલે હવે રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-29 10:49:59

નવી દિલ્હી: જે વાતની ચિંતા હતી તે જ જોવા મળી રહ્યું છે. કેરળમાં સતત વધતા કેસના પગલે હવે રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યાં આખા દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં કેરળમાં સતત બે દિવસથી કોરોનાના 22 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે જેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જ્યાં સ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે ત્યાં કેરળમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના દૈનિક કેસ 22 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના 50 ટકાથી વધુ છે. 

સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
સતત વધી રહેલા કેસને પગલે હવે રાજ્ય સરકારે 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં જુલાઈ મહિનામાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસ ઘટીને 11 હજાર સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ અહીં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે દેશભરમાં મે મહિનામાં બીજી લહેરનો પીક વીત્યા બાદથી જ કોરોનાના કેસ સતત  ઘટી રહ્યા છે પણ હવે અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 43,509 કેસ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં જ એક દિવસમાં 22056 કેસ નોંધાયા છે એટલે કે કુલ કેસના 50 ટકાથી વધુ કેસ આ એક રાજ્યમાં નોંધાયા છે. કેરળનો સંક્રમણ દર હાલ 11.2 ટકા છે. કેરળમાં એક દિવસમાં 131 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post