• Home
  • News
  • કોરોનાનો પ્રકોપ તો ઓછો થયો છતાં હજુ સાવચેતી જરૂરી, જાણો લેટેસ્ટ અપડેટ
post

ભારતમાં હવે કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 હજાર નવા કેસ નોંધાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 10:47:28

નવી દિલ્હી: ભારતમાં હવે કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે 1422 લોકોના મોત થયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 58,419 દર્દીઓ નોંધાયા હતા અને 1,647 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો. 

કોરોનાના નવા 53 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 53,256 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 2,99,35,221 થઈ ગયો છે. નવા કેસનો આ આંકડો 88 દિવસમાં સૌથી ઓછો નોંધાયેલો આંકડો છે. 24 કલાકમાં 78,190 દર્દીઓ રિકવર થયા છે. કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો હવે 2,88,44,199 થયો છે. હાલ 7,02,887 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 1422 લોકોના મૃત્યુ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1422 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,88,135 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં રસીના કુલ 28,00,36,898 ડોઝ અપાયા છે. 

એક દિવસમાં 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે એક દિવસમાં 13,88,699 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 39,24,07,782 પર પહોંચી ગયો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post