• Home
  • News
  • કોરોનાનો સુપર સ્ટ્રેન આવ્યો:કોરોનાનો ડેલ્ટા અને ઓમિક્રોન મળીને બન્યો ડેલ્મિક્રોન વેરીયન્ટ, દુનિયા પર હવે નવી આફત; ભારત માટે કેટલી ચિંતાની વાત?
post

રિપોર્ટ્સ અનુસાર, ડેલ્મિક્રોનથી એ લોકોને વધુ જોખમ છે જેઓ નબળી ઈમ્યુનિટીવાળા કે અનવેક્સિનેટેડ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-25 15:26:39

નવી દિલ્લી: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલો ઓમિક્રોન, ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન (Delmicron)ની ચર્ચા શરૂ થઈ છે. એવું મનાય છે કે ડેલ્મિક્રોન જ અમેરિકા અને યુરોપમાં કોરોનાના તોફાની ગતિથી ફેલાવા માટે જવાબદાર છે. આ સુપર સ્ટ્રેનને લઈને અનેક વિશેષજ્ઞો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ડેલ્મિક્રોનને લઈને ભારતમાં પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

ચાલો જાણીએ કે આખરે શું છે કોરોનાનો સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન? કઈ રીતે દુનિયામાં વધી રહ્યા છે તેના કેસો? શા માટે ડેલ્મિક્રોન વધારી શકે છે ભારતની ચિંતાઓ?

શું છે ડેલ્મિક્રોન ?

ડેલ્મિક્રોન કોરોનાનો નવો વેરિએન્ટ નથી. વાસ્તવમાં કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટ મળીને એક સુપર સ્ટ્રેનબનાવી રહ્યા છે, જેને ડેલ્મિક્રોન કહેવામાં આવી રહ્યો છે.

·         એક જ વ્યક્તિમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના સંક્રમણથી પેદા થનારી સ્થિતિને જ ડેલ્મિક્રોન કહેવામાં આવી રહ્યો છે.

·         ડોક્ટર્સનું માનવું છે કે નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકો-ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિએન્ટથી સંક્રમિત થઈ શકે છે.

·         એવા જ લોકોની અંદર ડેલ્ટા અને ઓમિક્રોનના વાયરસ મળીને નવો સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન બનાવી રહ્યા છે.

કેવી રીતે બન્યો ડેલ્મિક્રોન?

એવું મનાય છે કે ડેલ્મિક્રોનમાં ડેલ્ટા અને ઓમિક્રોનના જોડિયાં સ્પાઈક પ્રોટીન છે. બંને વેરિએન્ટના સ્પાઈક પ્રોટીન હોવાના કારણે જ ડેલ્મિક્રોન વધુ ઘાતક અસર દર્શાવી રહ્યો છે.

સ્પાઈક પ્રોટીનથી જ કોરોના વાયરસ માનવ શરીરની કોશિકામાં ઘૂસવાનો દરવાજો ખોલે છે.

અમેરિકા અને યુરોપમાં સતત વધી રહેલા કોરોના કેસો પણ ડેલ્મિક્રોન વેરિએન્ટના વધતા જોખમ અંગે સંકેત આપે છે.

કેવા લોકોને છે ડેલ્મિક્રોનનું જોખમ?

એક્સપર્ટ્સ માને છે કે ડેલ્મિક્રોન ફેલાવાનું જોખમ નબળી ઈમ્યુનિટીવાળા, વૃદ્ધો અને કોમોર્બિડિટી (એકથી વધુ બીમારીઓથી ગ્રસ્તિ) લોકોમાં વધુ છે.

આ સાથે જ એવા લોકો જેમને અત્યાર સુધી વેક્સિન લાગી નથી તેમાં પણ ડેલ્મિક્રોન સંક્રમણ ફેલાવાનું જોખમ છે. એવા વિસ્તાર કે જ્યાં વેક્સિનેશન ઓછું થયું, એ વિસ્તારના લોકો પર પણ ડેલ્મિક્રોનનો કહેર વરસી શકે છે.

દુનિયામાં વધતા કોરોના કેસો માટે જવાબદાર છે ડેલ્મિક્રોન?

અનેક રિપોર્ટ્સનું માનવું છે કે અમેરિકા અને યુરોપમાં વધતા કોરોના કેસો માટે ડેલ્ટા+ઓમિક્રોનથી બનેલા ડેલ્મિક્રોન જ જવાબદાર છે.

·         અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે છેલ્લા એક મહિના સુધી અમેરિકાના કુલ કોરોના કેસોમાંથી 99% માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હતો. પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી અમેરિકાના નવા કોરોના કેસોમાંથી 73% વધુ ઓમિક્રોનના હતા જ્યારે 26.6% જ ડેલ્ટાના કેસો હતા. અમેરિકામાં 20 ડિસેમ્બરે ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે.

·         એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકામાં વધતા કોરોના કેસોની પાછળ ડેલ્ટા કે ઓમિક્રોનના બદલે ડેલ્મિક્રોન પણ જવાબદાર હોઈ શકે છે. એટલે કે ડેલ્ટા+ઓમિક્રોનથી બનેલો સ્ટ્રેન જ નવા કેસ વધવા માટે જવાબદાર છે.

·         અમેરિકામાં 1 ડિસેમ્બરે 1 લાખ 39 હજારથી વધુ નવા કોરોના કેસ સામે આવ્યા હતા, જે 23 ડિસેમ્બરે વધીને 2 લાખ 58 હજારથી વધુ થઈ ગયા. ડિસેમ્બરના સમગ્ર મહિનામાં અમેરિકામાં ડેઈલી કોરોના કેસ વધતા નજરે પડ્યા છે.

·         કંઈક આવી જ હાલત બ્રિટનની પણ છે. જ્યાં ઓમિક્રોનના ફેલાતા જ કોરોના બોંબ જાણે ફૂટ્યો અને ત્યાં ડેઈલી કોરોના કેસોના તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને દરરોજ 1 લાખથી વધુ કોરોના કેસો સામે આવી રહ્યા છે.

·         બ્રિટનમાં કોરોનાની ઝડપતી ગતિ પાછળ ક્યાંકને ક્યાંક ઓમિક્રોન+ડેલ્ટાથી બનેલા સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોનને જ જવાબદાર માનવામાં આવે છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી 7 મોત થયાને સમર્થન મળ્યું છે.

શું ડેલ્ટા+ઓમિક્રોનથી સંભવ છે સુપર સ્ટ્રેન બનવો?

આ અંગે વિશેષજ્ઞોનો મત અલગ છે. કેટલાક એક્સપર્ટ્સ ડેલ્ટા અને ઓમિક્રોનના મળવાથી સુપર સ્ટ્રેન બનવાની વાતથી સહમત નથી પરંતુ અનેક વિશેષજ્ઞો કહે છે કે આ સુપર સ્ટ્રેનની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

·         રિપોર્ટ્સ અનુસાર, કોરોના વેક્સિન બનાવનારી કંપની મોડર્નાના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર પોલ બર્ટને કહ્યું કે એ સંભવ છે કે બંને વેરિએન્ટ જિનની અદલાબદલી કરીને એક નવો ખતરનાક વેરિએન્ટ બનાવી ચૂક્યા હોય.

·         ડેઈલી મેઈલના અનુસાર, ડો. બર્ટને કહ્યું કે સાઉથ આફ્રિકાથી પબ્લિશ કેટલાક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે અનેક એવા મામલા સામે આવ્યા જેમાં નબળી ઈમ્યુનિટીવાળા લોકોમાં બંને વેરિએન્ટ હોવાની આશંકા હતી.

·         કેટલાક અન્ય રિસર્ચર્સે પણ ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોનનું સંયોજન દુર્લભ છે પણ યોગ્ય પરિસ્થિતિઓ સર્જાય તો એવું શક્ય પણ છે.

·         બ્લુમબર્ગના અનુસાર, યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના મહામારી વિશેષજ્ઞ પીટર વ્હાઈટે પણ સુપર સ્ટ્રેનની એવી સંભાવના અંગે ચેતવણી આપી છે.

ભારત માટે કેટલો ખતરનાક છે ડેલ્મિક્રોન?

ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 350થી વધુ કેસો સામે આવ્યા છે. પરંતુ હજુ પણ દેશના મોટાભાગના કોરોના કેસો માટે ડેલ્ટા વેરિએન્ટ જ જવાબદાર છે. ઓમિક્રોન દુનિયાના અનેક દેશોમાં ઝડપથી ડેલ્ટાની જગ્યા લઈ રહ્યા છે. એવામાં એ ભારતમાં કેવો વ્યવહાર કરશે અને ડેલ્ટા સાથે મળીને શું સુપર સ્ટ્રેન જેવું જોખમ પેદા કરશે?

આને લઈને એક્સપર્ટ્સ માને છે કે જો સુપર સ્ટ્રેન દુનિયાના અન્ય હિસ્સાઓમાં અસર દર્શાવે છે તો એ ભારત માટે પણ મોટું જોખમ હોઈ શકે છે. જો કે હજું એ કહેવું થોડું મુશ્કેલ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અનુસાર, મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના ડો. શશાંક જોશીએ કહ્યું કે ભારતમાં હજુ ડેલ્ટા જ પ્રભાવશાળી વેરિએન્ટ છે. ઓમિક્રોન દુનિયાના બાકીના હિસ્સામાં ઝડપથી ડેલ્ટાની જગ્યા લઈ રહ્યો છે. પરંતુ એ ભવિષ્યવાણી ન કરી શકાય કે ડેલ્ટા અને ઓમિક્રોન મળીને ભારતમાં કઈ રીતે વર્તશે.

રિપોર્ટ્સ અનુસાર, ડેલ્મિક્રોનથી એ લોકોને વધુ જોખમ છે જેઓ નબળી ઈમ્યુનિટીવાળા કે અનવેક્સિનેટેડ છે. ભારતમાં અત્યાર સુધી લગભગ 38 ટકા લોકોને કોરોના વેક્સિનનો કોઈ ડોઝ લાગ્યો નથી. એટલે કે દેશમાં કરોડો લોકો અનવેક્સિનેટેડ છે, એ જ લોકોને કોરોનાનો સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન ફેલાવા પર સૌથી વધુ જોખમ હશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post