• Home
  • News
  • કોરોનાની ત્રીજી લહેર શરૂ? નવા કેસમાં તોતિંગ વધારો, 24 કલાકમાં 369 દર્દીઓના મોત
post

દેશભરમાં કોરોનાના નવા કેસમાં 21.3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 10:30:43

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના નવા કેસમાં 21.3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 369 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

એક દિવસમાં 37 હજારથી વધુ કોરોના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37,875 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,30,96,718 પર પહોંચી  છે. એક દિવસમાં 39,114 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,22,64,051 થઈ છે. હાલ દેશભરમાં કોરોનાના 3,91,256 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 31,222 દર્દીઓ નોંધાયા હતા. 

24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 369 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા મોતનો આંકડો 4,41,411 પર પહોંચી ગયો છે. કોરોનાને ડામવા માટે ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 70,75,43,018 ડોઝ આપવામાં  આવ્યા છે જેમાંથી 78,47,625 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા. 

એઈડ્સ, ટીબી, મલેરિયા જેવી  બીમારીઓ વિરુદ્ધ ચાલતી જંગમાં ખરાબ અસર
અત્રે જણાવવાનું કે કોરોના મહામારીએ દુનિયામાં ઘાતક બીમારીઓ જેમ કે એચઆઈવી એઈડ્સ, મલેરિયા ને ટ્યૂબરક્લોસિસ એટલે કે ટીબી વિરુદ્ધ ચાલતી જંગ પર વિનાશકારી અસર નાખી છે. ગ્લોબલ ફંડના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020ના આંકડા અલગ કહાની જણાવે છે. ગ્લોબલ  ફંડના પીટર સેન્ડસે કહ્યું કે અમને કોવિડ-19ને લઈને આશંકા હતી તે સાચી સાબિત થઈ છે. ફંડે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એચઆઈવી ટેસ્ટિંગ અને રોકથામ સંબંધિત સેવાઓમાં ખુબ ઘટાડો નોંધાયો છે.

ફંડના કાર્યકારી નિદેશક પીટર સેન્ડસે કહ્યું કે સંગઠનની 20મી વર્ષગાંઠ પર અમારો રિપોર્ટ મોટા ફેરફારોને સામે લાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં આપણે એચઆઈવી, ટીબી અને મેલેરિયા સામે જે જંગ લડી હતી તેના પર કોરોના મહામારીની ભયાનકતા ભારે સાબિત થઈ છે. પહેલીવાર અમારી તપાસ, પરિણામો અને પરિણમ પહેલાના મુકાબલા નિરાશાજનક રહ્યા છે. એચઆઈવી સંબધિત તપાસ અને રોકથામના અભિયાનો પર ભારે અસર થઈ છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post