• Home
  • News
  • ભારતમાં કોરોનાની ગતિ યુરોપ, USની સરખામણીએ ઘણી ધીમી, અહીં 25 દિવસથી બીજા સ્ટેજમાં, 8 દિવસથી એવરેજ કેસ 100
post

જનતા કર્ફ્યૂના દિવસે ભારતમાં 374 કેસ હતા, ત્યારબાદ 8 દિવસમાં લગભગ 820 કેસ આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 10:11:51

નવી દિલ્હી: ભારતમાં લોકડાઉન સફળ થતું દેખાઇ રહ્યું છે. તેના લીધે દેશમાં કોરોનાવાયરસની ગતિ ચીન, અમેરિકા અને યુરોપીય દેશોની સરખામણીએ ઘણી ધીમી છે. 22 માર્ચના જનતા કર્ફ્યૂના દિવસે ભારતમાં 374 કેસ હતા. ત્યારબાદ 8 દિવસમાં લગભગ 820 કેસ સામે આવ્યા છે. મતલબ કે એક દિવસમાં એવરેજ 100 કેસ જ નોંધાયા છે. તેથી નિષ્ણાંતોના મતે ભારતમાં કોરોનાવાયરસ 25 દિવસ બાદ પણ ત્રીજા સ્ટેજમાં પહોંચી શક્યો નથી. જ્યારે અમેરિકામાં 10 દિવસમાં જ કોરોનાવાયરસના કેસ 1 થી 20 હજાર સુધી પહોંચી ગયા હતા. 

આંકડા શું કહે છે: ભારતમાં પહેલા 50 કેસ 39  દિવસમાં આવ્યા હતા પછી આગામી 6 દિવસમાં 150 કેસ નોંધાયા

·         ભારતમાં પહેલા 50 કેસ 39 દિવસમાં આવ્યા હતા. ત્યારબાદ 100 સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા. 150 સુધી પહોંચવામાં પણ 4 દિવસ લાગ્યા પરંતુ ત્યારબાદ 200ના આંકડા સુધી પહોંચવામાં માત્ર બે દિવસ લાગ્યા. ત્રીજો સ્ટેજ કમ્યૂનિટી ટ્રાન્સમિશનનો હોય છે, આ સ્ટેજ ભારતમાં હજુ સુધી આવ્યો નથી. 

·         અમેરિકામાં 10 માર્ચના એક હજાર કેસ હતા. ત્યારે અહીં કમ્યૂનિટી ટ્રાન્સમિશન શરૂ થયું હતું. ત્યારબાદ આગલા 19 દિવસોમાં આ આંકડો 1.42 લાખ સુધી પહોંચી ગયો છે. ભારતાં એક હજારનો આંકડો 28 માર્ચના પહોંચ્યો છે. જો આ ઝડપ રહી તો આગામી રવિવાર મતલબ કે 5 એપ્રિલ સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 હજાર સુધી પહોંચી શકે છે. 

·         દુનિયામાં પણ આ સંક્રમણને પહેલા એક લાખ લોકો સુધી ફેલાવામાં 67 દિવસ લાગ્યા હતા પરંતુ ત્યારબાદ આગામી એક લાખ લોકો સુધી તે 11 દિવસમાં જ ફેલાઇ ગયો હતો. જ્યારે 2 લાખથી ત્રણ લાખ સુધી પહોંચવામાં માત્ર 4 દિવસનો સમય લાગ્યો હતો. હવે તો એક દિવસમાં 60 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. 

એક્સપર્ટ્સ: જો એક દિવસમાં એક હજારથી વધુ કેસ આવે તો ત્રીજો સ્ટેજ કહી શકાય
IMA
ના પૂર્વ ચીફ અને પદ્મશ્રી ડો. કેકે અગ્રવાલ કહે છે કે ભારતમાં કોરોનાવાયરસનો ત્રીજો સ્ટેજ મતલબ કે કમ્યૂનિટી ટ્રાન્સમિશન હજુ શરૂ થયું નથી. એ ત્યારે શરૂ થશે જ્યારે આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પહોંચે છે. ભારતમાં હજુ એવરેજ 100 કેસ આવી રહ્યા છે. જો આંકડો એક દિવસમાં એક હજાર કેસનો થાય તો કમ્યૂનિટી ટ્રાન્સમિશન માનવામાં આવશે. જોકે મેરઠમાં એ સામે આવ્યું છે કે અહીં એક-બે વ્યક્તિમાંથી વાયરસ 15-16 લોકોમાં પહોંચી ગયો. 

કોરોનાવાયરસના સ્ટેજ: ચીન, અમેરિકા અને યુરોપીય દેશોમાં કોરોના બીજાથી ત્રીજા સ્ટેજમાં માત્ર 10થી 12 દિવસમાં પહોંચ્યો
કોરોનાવાયરસ વિશ્વભરમાં 4  સ્ટેજમાં ફેલાયો. ચીન, અમેરિકા, ઇટલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં કોરોનાને બીજાથી ત્રીજા સ્ટેજમાં પહોચવામાં માત્ર 10થી 12 દિવસ લાગ્યા

·         પહેલા સ્ટેજમાં આ વાયરસ વિદેશથી આવેલી કોઇ વ્યક્તિમાંથી દેશમાં ફેલાયો. આવું ભારતમાં થઇ ચૂક્યું છે. શરૂઆતમાં જેટલા પણ કેસ આવ્યા હતા તેમાં બધાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જરૂર હતી. 

·         બીજા સ્ટેજમાં લોકલ ટ્રાન્સમિશન થાય છે. મતલબ કે જે દર્દી કોરોના પોઝિટિવ મળે તે ભલે વિદેશ ન ગયો હોય પણ એવા વ્યક્તિના સંપર્કમાં રહ્યો હોય જે વિદેશથી આવી હોય.

·         ત્રીજો સ્ટેજ- કમ્યૂનિટી ટ્રાન્સમિશન મતલબ કે દર્દી કોરોના પોઝિટિવ મળે જે પોતેન વિદેશ ગયો હોય કે ન કોઇ વિદેશથી આવેલાના સંપર્કમાં આવ્યો હોય.

·         ચોથા અને છેલ્લા સ્ટેજમાં કોરોના કેસ ભારે સંખ્યામાં વધવા લાગે છે. જેવું કે ચીન અને ઇટલીમાં જોવા મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં કોરોના છેલ્લા 25 દિવસથી બીજા સ્ટેજમાં છે. આ એક સારો સંકેત છે. 

·         યુરોપના દેશો અને અમેરિકામાં આવું જોવા મળ્યું નથી કે આટલા લાંબા સમય સુધી કોરોના બીજા સ્ટેજમાં હોય. જાણકારો માને છે કે ભારતમાં કોરોનાનો બીજો સ્ટેજ 5 માર્ચની આસપાસ શરૂ થયો હતો. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post