• Home
  • News
  • અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો
post

રાજ્યમાં કરાયેલા કુલ ટેસ્ટના 36% એકલા અમદાવાદમાં, સાજા થયેલા દર્દીઓમાં 70% દર્દીઓ અમદાવાદના

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 08:43:58

અમદાવાદ: રાજ્યમાં અનલૉક-1ના 28 દિવસમાં 14696 કેસ નોંધાયા છે જ્યારે 772 મૃત્યુ થયા છે. અત્યાર સુધી કુલ 3.58 લાખ ટેસ્ટ થયા છે. રાજ્યમાં કુલ કેસ 31,320 નોંધાયા છે અને મૃત્યુનો આંકડો 1808 છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 22800 છે જ્યારે હાલમાં એક્ટિવ કેસ 6712 છે. અમદાવાદમાં એક્ટિવ કેસ 3397 છે, 15660 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે 1423 મૃત્યુ છે. છેલ્લા 8 દિવસમાં એટલે કે, 20મી જૂનથી 27મી જૂન દરમિયાન 2016 કેસ (અમદાવાદના કુલ કેસના 10 ટકા) નોંધાયા છે. જ્યારે 12 જૂનથી 19 જૂન દરમિયાન 2623 (કુલ કેસના 13 ટકા) કેસ નોંધાયા હતા. 

છેલ્લા 8 દિવસમાં કેસોમાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો છે. જ્યારે સાજા થતા દર્દીઓમાં 20મી જૂનથી 27મી જૂન દરમિયાન 2632 લોકો (કુલ ડિસ્ચાર્જના 17 ટકા) ડિસ્ચાર્જ થયા છે. 12મી જૂનથી 19મી જૂન દરમિયાન 1862 લોકો (કુલ ડિસ્ચાર્જના 12 ટકા) ડિસ્ચાર્જ થયા હતા. રિકવર થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 12મી જૂનથી 19મી જૂન દરમિયાન અઠવાડિયામાં 179 લોકોના (કુલ મૃત્યુના 12 ટકા) મોત થયા હતા. જ્યારે 20મી જૂનથી 27મી જૂન દરમિયાન 114 લોકોના (કુલ મૃત્યુના 8 ટકા) મોત થયા છે.

કોરોનાની  સ્થિતિ: બે સપ્તાહની સરખામણી
લૉકડાઉનના 68 દિવસમાં 16700 કેસ અને 1000 મૃત્યુ જ્યારે અન-લૉકના 27 દિવસમાં જ 14000 કેસ અને 750થી વધુ મૃત્યુ થયા છે.

અમદાવાદ: કોરોના સામે લડાઇનું ગુજરાત મોડેલ સાબિત થઇ રહ્યું છે

સ્થિતિ

12થી 19 જૂન

20થી 27 જૂન

તફાવત

કેસ

2623

2016

-607

મોત

179

114

-65

ડિસ્ચાર્જ

1862

2632

770

સુરત: કેસનો આંકડો ડબલ થઇ ગયો, મૃત્યુ આંકમાં પણ નજીવો વધારો થયો છે

સ્થિતિ

12થી 19 જૂન

20થી 27 જૂન

તફાવત

કેસ

587

1288

701

મોત

26

31

5

ડિસ્ચાર્જ

554

622

68

ગુજરાત: મોતનો આંકડો ઘટ્યો, રિકવરી દર વધ્યો, સાથે કેસમાં પણ વધારો થયો

સ્થિતિ

12થી 19 જૂન

20થી 27 જૂન

તફાવત

કેસ

4131

4575

444

મોત

234

171

-63

ડિસ્ચાર્જ

3058

4250

1192

·         દૈનિક સરેરાશ કેસ- 211

·         દૈનિક સરેરાશ મૃત્યુ-14

·         કુલ કેસની ટકાવારી - 65

·         કુલ મૃત્યુના ટકા - 78

 

adv

Related News

post
post
post
post
post
post
post