• Home
  • News
  • સુરતમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા, લોક ડાઉનનો કડક અમલ, બહાર નીકળેલા લોકોને દંડ કરાયો
post

ચાર વ્યક્તિના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે, ટોટલ 28ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 11:59:09

સુરતઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેરમાં વધુ બે કેસ સાથે 7 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. મૃતકના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જોકે, તંત્ર દ્વારા 31મી સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું હોવાથી ગત રોજ સુધી ઘરની બહાર નીકળતા લોકોને સમજાવવામાં આવતા હતા. જ્યારે આજે કડક અમલ શરૂ કરી દંડ અને  વાહન ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર સતત રાઉન્ડ પર

લોકડાઉનનો સુરતમાં કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગત રોજ સુધી પોલીસ દ્વારા અપીલ કરી લોકોને ઘરની બહાર ન નીકળવા કેહવામાં આવતું હતું. જોકે, હવે પોલીસને કાફલો ઠેર-ઠેર ગોઠવી દેવામાં આવ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોની કડક પૂછપરછ કરવામાં આવે છે. વગર કારણ ઘરની બહાર નીકળેલા લોકોને દંડ ફટકારી વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ કમિશનર સતત રાઉન્ડ પર છે. ટ્રાફિક એસીપી હરેશ મેવાડાએ જણાવ્યું હતું કે, જો કોઈ ફાલતુ લોકો રોડ પર દેખાશે તો યોગ્ય પગલાં ભરાશે. સવારથી ડ્યુટી પર છું. તમામ સરકારી અને જરૂરી વ્યક્તિઓને જ સ્કેનિંગ કરી જવા દેવાઈ છે.

6ના સેમ્પલ લેવામાં આવ્યા છે

શહેરમાં સોમવારના રોજ મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ સહિત વધુ 9 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જેમાં મહાવીર હોસ્પિટલમાં મૃતક દર્દીના સંપર્કમાં આવેલા નાનપુરાના 26 વર્ષીય હોસ્પિટલ કર્મચારી, સગરામપુરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય હોસ્પિટલ કર્મચારી, ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય હોસ્પિટલ કર્મચારી તેમજ પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતા અને હરિદ્વારથી પરત આવેલા 59 વર્ષીય આધેડ, લંબેહનુમાન રોડનાં 22 વર્ષીય યુવક, બમરોલીમાં રહેતી અમદાવાદથી પરત આવેલી 38 વર્ષીય અને 27 વર્ષીય મહિલા, પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને કલકત્તાથી પરત આવેલા 62 વર્ષીય વૃદ્ધ તેમજ ભટાર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા આ તમામને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 

39 શંકાસ્પદ નોંધાયા હતા

મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે બાકીના ચાર વ્યક્તિનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. આ સાથે અત્યાર સુધીમાં શહેરમાં કોરોનામાં કુલ 39 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 5 દર્દી પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. 28નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ચાર વ્યક્તિના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post