• Home
  • News
  • Corona Vaccine: પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ, જાણો કેવી છે તબિયત
post

ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3 બાળકોને રસીનો ડોઝ અપાયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-03 10:40:04

પટણા: ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પટણાની એમ્સ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સીનની બાળકો પર ટ્રાયલ શરૂ થઈ છે.  અત્યાર સુધીમાં 3 બાળકોને રસીનો ડોઝ અપાયો છે. અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર જોખમની આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે આ સમાચાર મોટી રાહત કહી શકાય. 

પટણા એમ્સના કોવિડ પ્રભારી ડોક્ટર સંજીવકુમારે બુધવારે કહ્યું કે 12થી લઈને 18 વર્ષની ઉંમરના બાળકો પર આ પરીક્ષણ મંગળવારથી શરૂ કરાયું. પહેલા દિવસે 3 બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો. ઈન્જેક્શન આપ્યા બાદ આ ત્રણેય બાળકો હાલ સ્વસ્થ છે. સંજીવના જણાવ્યાં મુજબ આગામી એક મહિનામાં કુલ 525 બાળકો પર આ પ્રકારે ટ્રાયલ હાથ ધરાશે. 

હાલ સ્વસ્થ છે બાળકો
જે ત્રણ બાળકોને રસીનો ડોઝ અપાયો 12 થી 18 વર્ષની વયના છે અને પટણાના છે. ત્રણેય હાલ સ્વસ્થ છે. હોસ્પિટલે ત્રણેય  બાળકોના માતા પિતાને એક ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્યની નિગરાણી કરવાનું કહ્યું છે. જો આ દરમિયાન બાળકને કોઈ પણ સમસ્યા થાય તો તેમને તરત પટણા એમ્સનો સંપર્ક કરવાનું કહેવાયું છે. 

108 બાળકોએ સ્વેચ્છાએ કરાવ્યું રજિસ્ટ્રેશન
એમ્સમાં કોવેક્સીનની રસી માટે 28મી મેથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે. 108 બાળકોએ અત્યાર સુધીમાં સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમના સ્ક્રિનિંગ બાદ પસંદ કરાયેલા 3 બાળકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો. બીજા તબક્કામાં બાળકો પર રસીની કોઈ નકારાત્મક અસર નહીં જોવા મળે તો ત્રીજા તબક્કા અંતર્ગત રસીનો ડોઝ આપવામાં આવશે અને તે પ્રભાવી જોવા મળશે તો રસીના ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવશે. 

આ બાળકોને 28 દિવસના સમયગાળા બાદ કોવેક્સીનનો બીજો ડોઝ અપાશે. એકવાર રસીકરણ પૂરું થયા બાદ રસીની કોઈ પણ આડઅસર માટે બાળકોની સંપૂર્ણ રીતે તપાસ કરાશે. પટણા એમ્સે બાળકોને તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે ત્રણ સમૂહમાં વહેંચ્યા છે. આ ત્રણ આયુવર્ગ છે 2-5 વર્ષ, 6-12 વર્ષ, અને 12-18 વર્ષ.

11મી મેના રોજ આપી હતી ટ્રાયલ માટે મંજૂરી
અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરમાં વિશેષજ્ઞોએ બાળકો પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ બાજુ અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીને લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ હજુ નાના બાળકો માટે દુનિયાભરમાં રસીની ટ્રાયલ ચાલુ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)11 મી મેના રોજ ભારત બાયોટેકની કોવેક્સીનને 2થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post