• Home
  • News
  • બાળકો માટે પણ હવે કોરોનાની રસી, 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ માટે ભારત બાયોટેકને મળી મંજૂરી
post

ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રસીકરણનું કામ પણ ચાલુ છે. એક્સપર્ટે અંદેશો જતાવ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમાં બાળકો પર ઘણો પ્રભાવ પડી શકે છે. આ જ કડીમાં એક મોટું પગલું લેવાયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-12 09:49:58

નવી દિલ્હી: ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રસીકરણનું કામ પણ ચાલુ છે. એક્સપર્ટે અંદેશો જતાવ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમાં બાળકો પર ઘણો પ્રભાવ પડી શકે છે. આ જ કડીમાં એક મોટું પગલું લેવાયું છે. 

કોરોના રસી સંબંધિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ મંગળવારે ભારત બાયોટેકની રસીને 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણને મંજૂરી આપી દીધી છે. 

સૂત્રોનું માનીએ તો SEC એ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવેક્સીનની ફેઝ 2, ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ જે 2 વર્ષથી 18 વર્ષના બાળકો પર કરાશે. 

અત્રે જણાવવાનું કે ભારતમાં હાલ જે બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો હાલ પૂરજોશમાં ઉપયોગ થઈ રહ્યો છે. 

ત્રીજી લહેર અંગે એક્સપર્ટે આપી આ ચેતવણી
ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. આ બધા વચ્ચે એક્સપર્ટ્સે ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી. ભારત સરકારના જ ચીફ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતું કે ત્રીજી લહેરનું આવવું નિશ્ચિત છે અને તેમાં બાળકો પર સૌથી વધુ અસર થઈ શકે છે. 

એક્સપર્ટની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા હતા કે જો ત્રીજી લહેર આવે તો બાળકોનું શું થશે. તેમના પરિજનોનું શું થશે. કયા પ્રકારે સારવાર થશે, આ બાબતો પર અત્યારથી જ વિચાર કરવાની જરૂર છે. 

ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post